માધવ ક્યાંય નથી મધુવનમાં – હરીન્દ્ર દવે.
સપ્ટેમ્બર 18, 2006 at 11:23 પી એમ(pm) 11 comments
હરીન્દ્ર દવે ( 19-09-1930 :: 29-03-1995 )
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.
કાલિન્દીનાં જલ પર ઝૂકી
પૂછે કદંબડાળી,
યાદ તને બેસી અહીં વેણુ
વાતા’તા વનમાળી ?
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.
કોઇ ન માગે દાણ
કોઇની આણ ન વાટે ફરતી,
હવે કોઇ લજ્જાથી હસતાં
રાવ કદી ક્યાં કરતી !
નંદ કહે જશુમતીને, માતા લાલ ઝરે લોચનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.
શિર પર ગોરસમટુકી
મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન લાગ્યો,
ગયાં ભાગ્ય મુજ ફૂટી ;
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.
Entry filed under: કવિતા.
1.
manvant | સપ્ટેમ્બર 19, 2006 પર 1:28 એ એમ (am)
કનૈયાનું આવું મોહક ચિત્ર તો આજે જ જોવા મળ્યું.
આંસુ સારવા છતાંય માધવનાં દર્શન મધુવનમાં પણ
ન થઈ શકે ,તે કેટલું દુ:ખદ છે ?
આભાર અમિતભાઈ ને કવિનો !
2.
shivshiva | સપ્ટેમ્બર 19, 2006 પર 3:27 પી એમ(pm)
મારું મનગમતું ભજન
મનમોહક ચિત્ર
3.
Suresh Jani | સપ્ટેમ્બર 19, 2006 પર 4:23 પી એમ(pm)
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.
‘અંસુવનમાં’ કદાચ સાચી જોડણી છે.
4.
Rajendra Trivedi,M.D. | સપ્ટેમ્બર 19, 2006 પર 6:58 પી એમ(pm)
MADHAV IS WHERE YOU WANT TO SEE THY.
GOOD POETRY AND VERY NICE WAY TO SEE THE PAINTING
OF SHREE HARI……this morning.
AND READ YOUR NAME…..HARENDRA DAVE.
Keep it up.
THE TRIVEDI
5.
"UrmiSaagar" | સપ્ટેમ્બર 20, 2006 પર 5:19 પી એમ(pm)
My favorite bhajan…. thx.
6.
Mrugesh shah | સપ્ટેમ્બર 20, 2006 પર 8:17 પી એમ(pm)
ખુબ જ પ્રચલિત અને લોકપ્રિય ભજન
ધન્યવાદ.
7.
વિવેક | સપ્ટેમ્બર 21, 2006 પર 2:21 પી એમ(pm)
શ્રી સુરેશભાઈ,
‘અંસુઅન’ જ સાચી જોડણી છે. આ વ્રજભાષાનો શબ્દ છે…કૃષ્ણની વાત હોય તો વ્રજની છાલક તો ઊડવી જ જોઈએને… નહિંતર આ કાવ્ય ભીંજાઈ શી રીતે?
8.
chetna | સપ્ટેમ્બર 27, 2006 પર 3:34 એ એમ (am)
ekdam saras bhajan che..jo bani shake to ”gopi geet ”apne kyay thi male to jarur muksho…
9.
nilam doshi | ઓક્ટોબર 16, 2006 પર 6:30 પી એમ(pm)
મેં એક પંક્તિ મૂકેલ અને તે આખુ કાવ્ય!! સરસ .અહી મળતા રહી શું ને?
10.
હરીન્દ્ર દવે « ગુજરાતી સારસ્વત પરિચય | ઓક્ટોબર 26, 2006 પર 8:39 એ એમ (am)
[…] # માધવ ક્યાંય નથી મધુવનમાં […]
11.
umesh pandav | જાન્યુઆરી 10, 2011 પર 1:27 પી એમ(pm)
I was searching this poem from a long time.