મારું હૈયું ખોવાયું એક વેળા – ગુલાબદાસ બ્રોકર.
સપ્ટેમ્બર 20, 2006 at 12:52 એ એમ (am) 5 comments
ગુલાબદાસ હ. બ્રોકર ( 20-09-1909 :: 10-06-2006 )
મારું હૈયું ખોવાયું એક વેળા,
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.
જ્યારે સૂરજદેવ થાકી આકાશથી પચ્છમમાં ઊતરી ગયેલા,
ધરતી રાણીનું હૈયું જ્યારે ઉલ્લાસથી શ્વાસ લેતું આશથી ભરેલા,
એવી એક સાંજ રે ઘેલું બનેલ આ હૈયું ખોવાયું એક વેળા.
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.
ત્યારથી તે આજ સુધી ચૌટે ને ચોકમાં શોધું હું બ્હાવરી શી એને,
સાગરને તીર કે નદીઓનાં નીરમાં તારલાને લાખલાખ નેને,
ક્યાંયે ના ભાળતી સહેજે ગયેલ જે હૈયું ખોવાઇ એક વેળા,
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.
ખોળી ખોળીને એની આશ છોડી આજ હું આવતી’તી સીમમાંથી જ્યારે,
ત્યારે દીઠો મેં ક્હાન પાવો વગાડતો ઝૂલીને વડલાની ડાળે,
બોલ્યું શું પાવાના મધમીઠા સૂરમાં, જે હૈયું ખોવાયું એક વેળા.
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.
Entry filed under: કવિતા.
1.
manvant | સપ્ટેમ્બર 20, 2006 પર 1:53 એ એમ (am)
સુંદર ને સમયોચિત કૃતિ છે……આભાર .
કવિએ શબ્દોને સરસ રમાડ્યા છે.
2.
"UrmiSaagar" | સપ્ટેમ્બર 20, 2006 પર 5:20 પી એમ(pm)
અમિતભાઇ, અમને જાનમાં તો બોલાવશોને? 🙂
સુંદર ગીત!
3.
Rajeshwari Shukla | સપ્ટેમ્બર 25, 2006 પર 5:31 પી એમ(pm)
very fine
4.
ગુલાબદાસ બ્રોકર « ગુજરાતી સારસ્વત પરિચય | માર્ચ 9, 2007 પર 12:03 પી એમ(pm)
[…] ” મારું હૈયું ખોવાયું એક વેળા, રે રા….” […]
5.
pravinash1 | માર્ચ 10, 2007 પર 6:54 પી એમ(pm)
મારું હૌયું ખોવાયું એક વેળા
હતી કોઈક એ પેલી કવેળા
ગોતી ગોતીને હું તેને થાકી
ક્યારે આવશે જીવનમાં સવેળા