ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
સપ્ટેમ્બર 22, 2006 at 12:36 એ એમ (am) 5 comments
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.
ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર,
પીતળિયા પલાણ રે. – મોરલી…..
બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર,
દસેય આંગળીએ વેઢ રે. – મોરલી…..
માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર,
કિનખાબી સુરવાળ રે. – મોરલી…..
પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર,
ચાલે ચટકતી ચાલ્ય રે. – મોરલી….
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.
Entry filed under: રાસ-ગરબા, લોકગીત - દુહા.
1.
manvant | સપ્ટેમ્બર 23, 2006 પર 2:04 એ એમ (am)
હે ભાઇ ………નવલી નવરાત આવી……………….મારા વતી ખૂબ
ઝૂલજો.માડી તમારું સદાય કલ્યાણ કરે ! રક્ષણ કરે !..દાદા.
2.
Jayshree | સપ્ટેમ્બર 24, 2006 પર 10:35 એ એમ (am)
આ ગરબો અહીં સાંભળો..
http://jhbhakta.blogspot.com/2006/09/blog-post_22.html
3.
shivshiva | સપ્ટેમ્બર 24, 2006 પર 3:51 પી એમ(pm)
બહુ વર્ષો પહેલા સાંભળ્યો હતો આ ગરબો
મઝા આવી ગઈ
4. ટહુકો.કોમ » ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર ! | નવેમ્બર 19, 2006 પર 10:33 એ એમ (am)
[…] આભાર : અમી ઝરણું […]
5.
jaydev gajera | જાન્યુઆરી 18, 2007 પર 8:18 પી એમ(pm)
jamavat thai gai ho!!!!!!