મા નો ગરબો રે, રમે રાજ ને દરબાર.
સપ્ટેમ્બર 23, 2006 at 9:30 એ એમ (am) 6 comments
મા નો ગરબો રે, રમે રાજ ને દરબાર.
મા નો ગરબો રે , રમે રાજ ને દરબાર,
રમતો ભમતો રે આવ્યો કુંભારી ને દ્વાર.
એલી કુંભારી ની નાર તું તો સુતી હોય તો જાગ,
મા ને ગરબે રે રૂડા કોડિયાં મેલાવ.
મા નો ગરબો રે , રમે રાજ ને દરબાર,
રમતો ભમતો રે આવ્યો સોનીડા ને દ્વાર.
એલી સોનીડા ની નાર તું તો સુતી હોય તો જાગ,
મા ને ગરબે રે રૂડા જાળીયા મેલાવ.
મા નો ગરબો રે , રમે રાજ ને દરબાર,
રમતો ભમતો રે આવ્યો ઘાંચીડા ને દ્વાર.
એલી ઘાંચીડા ની નાર તું તો સુતી હોય તો જાગ,
મા ને ગરબે રે રૂડા દિવેલીયા પુરાવ.
મા નો ગરબો રે, રમે રાજ ને દરબાર.
Entry filed under: ભજન - આરતી, રાસ-ગરબા, લોકગીત - દુહા.
1.
indianpics | સપ્ટેમ્બર 23, 2006 પર 7:24 પી એમ(pm)
good
2.
manvant | સપ્ટેમ્બર 24, 2006 પર 2:38 એ એમ (am)
એ…………………….ભલે ………બાપુઊઊઊઊઊઊઊઊ……..
3.
shivshiva | સપ્ટેમ્બર 24, 2006 પર 3:49 પી એમ(pm)
ભલે પધાર્યા માતાજી
4.
Rajeshwari Shukla | સપ્ટેમ્બર 25, 2006 પર 5:27 પી એમ(pm)
wish you all happy navaratri
5.
hardshad | મે 4, 2010 પર 5:39 પી એમ(pm)
hh
6.
CHANDNI CHAUHAN | ઓક્ટોબર 22, 2008 પર 11:27 પી એમ(pm)
BAHU SAARU CHHE
MANE BAHU GAMIYU