પાંદડું ઉડી ઉડી જાય રે
સપ્ટેમ્બર 24, 2006 at 2:17 પી એમ(pm) 2 comments
પાંદડું ઉડી ઉડી જાય રે
પરદેશી લાલ પાંદડું
હે પાંદડાની માયા મુને લાગી પરદેશી લાલ પાંદડુ.
હે માડી મારો સસરો આણે આવ્યો
હે માડી હું તો સસરા ભેરી નહીં જાઉં,
સાસુજી મ્હેંણા બોલે….. પરદેશી લાલ પાંદડું – પાંદડું.
હે માડી મારો જેઠજી આણે આવ્યો
હે માડી હું તો જેઠજી ભેરી નહીં જાઉં,
જેઠાણી મ્હેણાં બોલે….. પરદેશી લાલ પાંદડું – પાંદડું.
હે માડી મારો દેરજી આણે આવ્યો
હે માડી હું તો દેરજી ભેરી નહીં જાઉં,
દેરાણી મ્હેણાં બોલે….. પરદેશી લાલ પાંદડું – પાંદડું.
હે માડી મારો પરણ્યો આણે આવ્યો
હે માડી હું તો પરણ્યા ભેરી જટ જાઉ,
પરણ્યોજી મીઠું બોલે….. પરદેશી લાલ.
પાંદડુ ઉડી ઉડી જાય રે
પરદેશી લાલ પાંદડું
હે પાંદડાની માયા મુને લાગી પરદેશી લાલ પાંદડુ.
Entry filed under: રાસ-ગરબા.
1.
shivshiva | સપ્ટેમ્બર 24, 2006 પર 3:47 પી એમ(pm)
તમારે માટે પરણી ભેરો ઝટ જાઉ
2.
shivshiva | સપ્ટેમ્બર 26, 2006 પર 1:04 પી એમ(pm)
અમી કે ઝરણા?