હે રંગલો – અવિનાશ વ્યાસ
સપ્ટેમ્બર 24, 2006 at 10:59 પી એમ(pm) 11 comments
હે રંગલો,
જામ્યો કાલંદરી ને ઘાટ,
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો.
હે હાલ્ય હાલ્ય હાલ્ય,
વહી જાય રાત વાત માં ને, માથે પડશે પ્રભાત,
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો.
હે રંગરસીયા,
હે રંગરસીયા તારો રાહડો માંડી ને, ગામને છેવાડે બેઠા,
કાના તારી ગોપલીએ, તારે હાટુ તો કામ બધા મેલ્યાં હેઠાં.
હે તને બરકે તારી જશોદા તારી માત…
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો.
મારા પાલવ નો છેડલો મેલ, છોગાળાઓ છેલ
કે મન મારું મલકે છે.
એ હું મોરલો ને તું તો મારી ઢેલ,
હું છોડવો તું વેલ
કે મન મારું ઘડકે છે.
હે હે હે…..હે જી
સાંજ ને સુમારે
જ્યારે સુર જ્યાં નમે
નર નાર લગે તાર
સંગ રંગ રમે
કોઇ રૂપની કટોરી, કોઇ રૂપનો કટોરો
કોઇ શ્યામ, કોઇ ગોરો
રમે છોરી અને છોરો
ધરણી ધમધમે…..
હે જી રે…..
તુર તુર તુર
ગાંડીતુર શરણાઇ કેરા સુર
વીંધે ઉર ચકચુર
સંગે તાલ ને નુપુર
તારુ પાદર ને પુર
સામ સામ સામે
હે જીણું જીણું વાગતી રે વેણું
રે ને ગામને પાદર ઉડતી રે રેણું
ને નાચતી રે આવે કોઇ ગામની રે ઘેનું
છેલ રે છબીલી નાર છમ્ છમ્ છમે.
છેલ રે છબીલી નાર છમ્ છમ્ છમે.
Entry filed under: રાસ-ગરબા.
1.
manvant | સપ્ટેમ્બર 25, 2006 પર 12:22 એ એમ (am)
રંગ છે રંગીલાનો……..બાપ્પુઉઉઉ………રંગ છે !!!!!
ઓહોહોહો ! અમિતભાઈ……..ભારે કરી હો ભાઇલા !
2.
Kalpesh | સપ્ટેમ્બર 25, 2006 પર 11:03 એ એમ (am)
અમિત,
આજના દોડ-ધામ ભર્યા સંગીત વચ્ચે આ ગરબો મનને શાંતિ આપે છે.
એક વિનંતી,
મે,તમે અને આ બ્લોગનાં વાચકોએ ગુજરાતી પુસ્તકો વાંચ્યા છે/હશે
તો, કયું પુસ્તક વાંચ્યુ, તેના લેખક/કવિ, પુસ્તકનો હાર્દ/સાર, શું ગમ્યુ/ના ગમ્યુ
આ માહિતી ખુબજ મદદરુપ થશે.
આ રીતે વિવિધ વિષયો પર લખાયેલ પુસ્તક બધાના ધ્યાનમા આવશે અને સુ-વાંચનનો પ્રસાર થશે.
તમારો પ્રતિભાવ જણાવશો.
સહર્ષ,
કલ્પેશ
3.
Jaydeep Tatmia | સપ્ટેમ્બર 25, 2006 પર 2:20 પી એમ(pm)
આભાર, અમિત.
સાથોસાથ, નવરાત્રીની શુભેચ્છાઓ. સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં જે ગરબા થાય છે, એની તો વાત જ અનેરી છે, બરાબર ને?
જયદીપ.
4.
સિદ્ધાર્થ | સપ્ટેમ્બર 25, 2006 પર 7:54 પી એમ(pm)
અમીતભાઈ,
તમારા બ્લોગની મુલાકાત લેતા લાગ્યુ કે ખરેખર નવરાત્રી શરૂ થઈ ગઈ છે. સરસ મજાનાં ગરબા વાંચતા એની મેળે જ ગવાવા માંડ્યા અને સાથે સાથે કોલેજ જીવન દરમ્યાન માણેલી નવરાત્રીની ઘણી જ યાદો તાજી થઈ ગઈ.
સિદ્ધાર્થ
5.
shivshiva | સપ્ટેમ્બર 26, 2006 પર 12:55 પી એમ(pm)
જય માતાજી
6.
shivshiva | સપ્ટેમ્બર 26, 2006 પર 12:57 પી એમ(pm)
જય માતાજી
સાંભળવાની મઝા આવી ગઈ
7.
chetna | સપ્ટેમ્બર 27, 2006 પર 2:34 એ એમ (am)
.hi amit ji..this is my fav garbo…& this saakhi=duho;=.”.he..he…shami sanj ne shame ,jyare suraj name… nar naar dai taal sahu sange rame…koi rup no katoro koi rup ni katori koi shyam ,koi goro ,koi chhoro ne chhori…he dharti dahm dham dhame…he ddhenu dhenu dhenu ne vaagti venu..dodati ave gaam ni dhenu…..chhel re chhabili naar chham chham……sachej apni e ‘navyug’-darbar chowk -shuklaniji- sukhnath chowk ni garbio yaad avi gai…apni pase pelo ” yamuna ne tat panghat dhinak dhinak .;;”.e duho hoy to jarur muksho ji..!
8.
વિવેક | સપ્ટેમ્બર 29, 2006 પર 9:27 પી એમ(pm)
મને એમ હતું કે ગરબાની રમઝટ ફક્ત એસ.વી. જ જમાવી રહી છે… તમારા આંગણામાં ય નવરાત્રિ કંઈ ઓછી નથી ઝળહળી રહી…હંઅઅ ! બંને બ્લોગ ઘણા દિવસે આજે સાથે જ જોયા અને એ નક્કી નથી કરી શકાતું કે કોના બ્લોગ પર કોનાથી ચડિયાતા ગરબા છે !?
હરિફાઈ હંમેશા લાભદાયી હોવી જોઈએ… આપના આ ગરબાઓએ ગુજરાતી બ્લોગ્સની શાન યથાર્થ વધારી છે અને એ માટે આપ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છો….
સ્વભાવગત એક આડવાત… અહીં ઘાટ કાલિંદીનો હોવો ન ઘટે?
9.
amit pisavadiya | સપ્ટેમ્બર 30, 2006 પર 9:06 એ એમ (am)
મુ.શ્રી , વિવેકભાઇ ,
ઘાટ કાલિંદી જ છે , પરંતુ અમુક ગાયનો મા કાળંદરી અને કાલંદરી એમ પણ ગવાય છે.
કાલિંદ નામના પર્વત માથી નીકળતો યમુના નો પ્રવાહ , એ પરથી કાલિંદી ઘાટ જ સત્ય છે આમ તો.
શક્તિ પર્વ નવરાત્રી ની શુભેચ્છાઓ , સહ
10.
વિવેક | ઓક્ટોબર 1, 2006 પર 1:29 પી એમ(pm)
અરે અમિતભાઈ !
તમે તો મને મુરબ્બી કહીને જે થોડા કાળા બચ્યા હતા એ પણ ધોળા કરી નાંખ્યા… ગીતોમાં જે સાંભળીએ છીએ તેની વાત હું નથી કરતો… મારી પાસે અવિનાશ વ્યાસની ‘ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’ ચોપડી છે, એમાં જે મૂળ શબ્દ વપરાયો છે એની હું વાત કરું છું….
ખોટું લાગ્યું હોય તો માફ કરજો, પણ મુરબ્બી કહીને મારી ન નાંખશો !!!!!!!
11.
amit pisavadiya | ઓક્ટોબર 1, 2006 પર 2:16 પી એમ(pm)
અરે ,
વિવેકભાઇ,
મોટાભાઇની વાતનુ તે કાંઇ ખોટુ લગાડતુ હશે ?
અને વિવેકભાઇ ધોળા થયા હોય તો ડાઇ કરી લેજો ને યાર , શું કામ મુંઝાઓ છો. (હું કોઇને કહીશ નહી તમતમારે !!!)
એટલે રખે એવુ ના વિચારશો હો કે.
અને હા મારવાનુ કામ તો કામણગારી આંખ્યું નુ, આપણુ નહી , સમજ્યા બાપુ !!!!!