માલા રે માલ – અવિનાશ વ્યાસ
સપ્ટેમ્બર 27, 2006 at 8:38 એ એમ (am) 1 comment
માલા રે માલ, લેરણીયું લાલ, ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ.
હે લપટી જપટી દેતી રે તાલ
શરમને શેરડે શોભતા રે ગાલ
કાવડિયો ચાંદલો ચોડ્યો રે ભાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ….. માલા રે માલ…..
હે… રાખે રાખે ને ઉડી જાય રે ઘૂમટો
પરખાઇ જાય એનો ફૂલ ગુથ્યો ફૂમકો
કંઠે મકેહતી મોગરાની માળ
આંખ આડે આવતા વીખરાયા વાળ
નેણલેથી નીતરે વ્હાલમનું વ્હાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ….. માલા રે માલ…..
હે… એની પાંપણના પલકારા વીજલડીના ચમકારા
એના રુદિયામાં રોજ રોજ વાગે વાલમજીના એકતારા
હિલોળે હાથ જાણે ડોલરની ડાળ
બોલ બોલ તોલતી વાણી વાચાળ
જલતી જોબનીયાની અંગે મશાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ.
માલા રે માલ, લેરણીયું લાલ, ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ.
Entry filed under: રાસ-ગરબા.
1.
manvant | સપ્ટેમ્બર 28, 2006 પર 12:31 એ એમ (am)
ભાઈ…….તમે આવી નવી વહુ ક્યારે લાવશો ??
ખૂબ શુભેચ્છાઓ ……….રમઝટવાળું સરસ ગીત !