Archive for સપ્ટેમ્બર 28, 2006

તારી બાંકી રે પાઘલડી – અવિનાશ વ્યાસ.

તારી  બાંકી  રે  પાઘલડી  નું  ફૂમતુ  રે,  મને  ગમતું  રે,
આ  તો  કહું  છું  રે  પાતળીયા,  તને  અમથું  ! …..  તારી  બાંકી  રે…..

તારા  પગનું  પગરખું  ચમચમતું  રે
અને  અંગનું  અંગરખુ  તમતમતું  રે ,
મને  ગમતું  રે,  આતો  કહું  છું  રે  પાતળીયા,  તને  અમથું  !….. તારી  બાંકી  રે…..

પારકો  જાણીને  તને  ઝાઝું  શું  બોલવુ  ?
ને  અણજાણ્યો  જાણી  તને  મન  શું  ખોલવું  ?
તને  છેટો  ભાળીને  મને  ગમતું  રે !
આ  તો  કહું  છું  રે  પાતળીયા,  તને  અમથું  !….. તારી  બાંકી  રે…..

હાથમાં  ઝાલી  ડાંગ  કડિયાળી,
હરિયાળો  ડુંગરો  આવતો  રે  હાલી;
લીંબુની  ફાડ  જેવી  આંખડીયું  ભાળી,
શરમ  મૂકીને  તોયે  થાઉં  શરમાળી.
તારા  રૂપનું  તે  ફૂલ  મધમધતું  રે,  મને  ગમતું  રે,
આ  તો  કહું  છું  રે  પાતળિયા,  તને અમથું  !…..  તારી  બાંકી  રે…..

કોણ  જાણે  કેમ  મારા  મનની  ભીતરમાં  એવું  તે  ભરાયું  શું
એક  મને  ગમતો  આભનો  ચાંદલોને  ને  બીજો  ગમતો  તું  !
ઘરમાં,  ખેતરમાં  કે  ધરતી  ના  થરમાં
તારા  સપનનમાં  મન  મારું  રમતું  રે ,  મને  ગમતું  રે,
આ  તો  કહું  છું  રે  પાતળીયા,  તને  અમથું  !….. તારી  બાંકી  રે…..

સપ્ટેમ્બર 28, 2006 at 10:16 પી એમ(pm) 2 comments

વગડાની વચ્ચે વાવડી – અવિનાશ વ્યાસ

વગડાની  વચ્ચે  વાવડી  ને
વાવડીની  વચ્ચે  દાડમળી
દાડમળી  ના  દાણા  રાતા  ચોળ ,  રાતા  ચોળ  સે
પગમા  લક્ડ્  પાવડી  ને ,  જરીયલ  પેરી  પાઘલડી
પાઘલડી  ના  તાણા  રાતા  ચોળ,  રાતા  ચોળ  સે…..વગડાની…..

આની  કોર્ય  પેલી  કોર્ય,  મોરલા  બોલે
ઉત્તર  દખ્ખણ  ડુંગરા  ડોલે,  ઇશાની  વાયરો  વિંજણું  ઢોળે
ને  વેરી  મન  મારું  ચડ્યું  ચકડોળે
નાનું  અમથુ  ખોરડું  ને,  ખોરડે  જુલે  છાબલડી
છાબલડી  ના  બોરા  રાતા  ચોળ,  રાતા  ચોળ  સે….વગડાની…..

ગામને  પાદર  રુમતા  ને  ઝુમતા  નાગરવેલના  રે  વન  સે  રે
તીર્થ  જેવો  સસરો  મારો,  નટખટ  નાની  નંણદ  સે  રે
મૈયર  વચ્ચે  માવલડી  ને,  સાસર  વચ્ચે  સાસલડી
સાસલડી  ના  નયના  રાતા  ચોળ,  રાતા  ચોળ  સે…..વગડાની…..

એક  રે  પારેવડું  પિપળાની  ડાળે
બીજું  રે  પારેવડું  સરોવર  પાળે
રૂમઝુમ  રૂમઝુમ  જોડ્લી  હાલે
નેણલા  પરોવી  ને  નેણલા  ઢાળે
સોના  જેવો  કંથડો  ને  હું  સોનાની  વાટ્કળી
વાટ્કળી  માં  કંકુ  રાતા  ચોળ,  રાતા  ચોળ  સે.

વગડાની  વચ્ચે  વાવડી  ને
વાવડીની  વચ્ચે  દાડમળી
દાડમળી  ના  દાણા  રાતા  ચોળ ,  રાતા  ચોળ  સે
પગમા  લક્ડ્  પાવડી  ને ,  જરીયલ  પેરી  પાઘલડી
પાઘલડી  ના  તાણા  રાતા  ચોળ,  રાતા  ચોળ  સે…..વગડાની…..

સપ્ટેમ્બર 28, 2006 at 9:46 એ એમ (am) 1 comment


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,986 અમીનજરું

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930