તારી બાંકી રે પાઘલડી – અવિનાશ વ્યાસ.
સપ્ટેમ્બર 28, 2006 at 10:16 પી એમ(pm) 2 comments
તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું ! ….. તારી બાંકી રે…..
તારા પગનું પગરખું ચમચમતું રે
અને અંગનું અંગરખુ તમતમતું રે ,
મને ગમતું રે, આતો કહું છું રે પાતળીયા, તને અમથું !….. તારી બાંકી રે…..
પારકો જાણીને તને ઝાઝું શું બોલવુ ?
ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું ?
તને છેટો ભાળીને મને ગમતું રે !
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !….. તારી બાંકી રે…..
હાથમાં ઝાલી ડાંગ કડિયાળી,
હરિયાળો ડુંગરો આવતો રે હાલી;
લીંબુની ફાડ જેવી આંખડીયું ભાળી,
શરમ મૂકીને તોયે થાઉં શરમાળી.
તારા રૂપનું તે ફૂલ મધમધતું રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળિયા, તને અમથું !….. તારી બાંકી રે…..
કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું
એક મને ગમતો આભનો ચાંદલોને ને બીજો ગમતો તું !
ઘરમાં, ખેતરમાં કે ધરતી ના થરમાં
તારા સપનનમાં મન મારું રમતું રે , મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !….. તારી બાંકી રે…..
Entry filed under: રાસ-ગરબા.
1.
manvant | સપ્ટેમ્બર 28, 2006 પર 11:46 પી એમ(pm)
વાહ બાપ્પુ વાહ !……..આમ ને આમ આવવા દેજો હો !…રંગ છે !
2.
chandravadan | ઓક્ટોબર 1, 2008 પર 9:54 પી એમ(pm)
Amit..So many nice posts for Navratri…Well done ! I have a post on Navratri on HOME of CHANDRAPUKAR..you are invited to VIEW & you COMMENT appreciated.
http://www.chandrapukar.wordpress.com