Archive for સપ્ટેમ્બર 29, 2006
સુના સરવરીયા ને કાંઠડે – અવિનાશ વ્યાસ.
[odeo=http://odeo.com/audio/2011820/view]
સુના સરવરીયા ને કાંઠડે હું
બેડલું મેલીને ન્હાવા ગઇ
પાછી વળી ત્યારે બેડલુ નહી, બેડલુ નહી.
હું તો મન માં ને મન માં મુંઝાણી મારી સૈ,
શું રે કહેવું રે મારે માવડી ને જૈ
પાછી વળી ત્યારે બેડલુ નહી, બેડલુ નહી…..સુના સરવરીયા…..
કેટલુંયે કહ્યું પણ કાળજુ ના કોર્યું
ને ચોરી ચોરી ને એણે બેડલું ચોર્યું
ખાલીખમ બેડલાથી વળે ના કંઇ
પાછી વળી ત્યારે બેડલુ નહી, બેડલુ નહી…..સુના સરવરીયા…..
નીતરતી ઓઢણી ને નીતરતી ચોળી
ને બેડલા નો ચોર મારે કેમ લેવો ખોળી
દઇ દે મારું બેડલું મારા દલડા ને લૈ
પાછી વળી ત્યારે બેડલુ નહી, બેડલુ નહી.
સુના સરવરીયા ને કાંઠડે હું
બેડલું મેલીને ન્હાવા ગઇ
પાછી વળી ત્યારે બેડલુ નહી, બેડલુ નહી.
છેલાજી રે – અવિનાશ વ્યાસ.
[odeo=http://odeo.com/audio/2008642/view]
છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ;
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..
રંગ રતુંબલ કોર કસુંબલ,
પાલવ પ્રાણ બિછવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..
ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર,
ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર;
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..
ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે,
એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે;
નથણીલવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..
મિત્રોના પ્રતિભાવ