છેલાજી રે – અવિનાશ વ્યાસ.

સપ્ટેમ્બર 29, 2006 at 10:17 એ એમ (am) 4 comments

[odeo=http://odeo.com/audio/2008642/view]

છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ;
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

રંગ રતુંબલ કોર કસુંબલ,
પાલવ પ્રાણ બિછવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર,
ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર;
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે,
એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે;
નથણીલવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

Entry filed under: રાસ-ગરબા.

તારી બાંકી રે પાઘલડી – અવિનાશ વ્યાસ. સુના સરવરીયા ને કાંઠડે – અવિનાશ વ્યાસ.

4 ટિપ્પણીઓ Add your own

 • 1. કલ્પેશ  |  સપ્ટેમ્બર 29, 2006 પર 10:59 એ એમ (am)

  અમિત,

  હું મારા મુળ ગામ (પીંપળ (જિ- ચાણસ્મા)જવામાં અનિયમિત છું.
  પણ, આવા લોક-ગીત ગામ અને ગુજરાતને હ્રુદય સુધી પહોંચાડે છે.

  સહર્ષ આભાર,
  કલ્પેશ (મુંબઈ)

  જવાબ આપો
 • 2. વિવેક  |  સપ્ટેમ્બર 29, 2006 પર 9:28 પી એમ(pm)

  કલ્પેશની વાત સીધી હૃદયમાંથી વહી આવી છે…. અભિનંદન, અમિતભાઈ !

  જવાબ આપો
 • 3. manvant  |  સપ્ટેમ્બર 29, 2006 પર 9:39 પી એમ(pm)

  ભાવનાસભર લોકગીત છે.હવે તો પાટણ્નાં પટોળાં
  ભૂતકાળનો ઇતિહાસ જ રહ્યાં છે ! સાળવીવાડ સૂની !
  અમિતભાઇ ! યાદ કરાવવા બદલ ખૂબ આભાર…….

  જવાબ આપો
 • 4. kamlesh dhone  |  ઓક્ટોબર 13, 2010 પર 10:29 એ એમ (am)

  khare khar geeto sabhali ne dhano ja aanda thaya che.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

 • 282,307 અમીનજરું

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: