સાચી રે મારી સત રે ભવાની મા
ઓક્ટોબર 2, 2006 at 12:23 પી એમ(pm) 1 comment
સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા,
હું તો તારી સેવા કરીશ, મૈયાલાલ,
નવ નવ નોરતાં, પૂજાઓ કરીશમા,
વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયાલાલ…..સાચી રે…..
જ્યોતિમાં એક તારી છે જ્યોતિ,
માતા સતનું ચમકે છે મોતી,
માડી રે મારી શક્તિ ભવાની મા,
હું તો તારી આરતી ઉતારું, મૈયાલાલ…..સાચી રે…..
શક્તિ રે, તું તો જગની જનેતા મા,
ભોળી ભવાની મા, અંબા ભવાની માત,
હું તો તારા પગલાં પૂજીશ મૈયાલાલ…..સાચી રે…..
જગમાં તેં જ એક માયા રચાવી,
દર્શન દેવા તું સામે રે આવી;
માડી રે આવો રમવા ભવાની મા,
હું તો તારાં વારણાં લઇશ મૈયાલાલ…..સાચી રે…..
વિજ્યા દશમી ના પર્વ પર સૌ મિત્રો ને હાર્દિક શુભેચ્છાઓ – હેપી દશેરા.
Entry filed under: રાસ-ગરબા, લોકગીત - દુહા.
1.
shivshiva | ઓક્ટોબર 11, 2006 પર 9:41 એ એમ (am)
મા ભવાનીનો સુંદર ગરબો છે