ફૂલોને – મનસુખલાલ ઝવેરી.
ઓક્ટોબર 2, 2006 at 11:36 પી એમ(pm) 5 comments
મનસુખલાલ ઝવેરી ( 03-10-1907 :: 27-08-1981 )
તમને નિહાળ્યાં છે મેં વેણીમાં વનિતા તણી
ઘરની ફૂલદાનીમાં, બાલાના કરકંકણે
નિહાળ્યાં છે દુકાનોમાં શહેરોની, જહીં તમે
તાજેતાજાં છતાં જાણે દીસતાં સાવ કૃત્રિમ.
કન્યાની કેસરી કાયે, નવયૌવનની ધરી
ખુમારી, ડોલતાં દીઠાં પણ મેં તમને કદી.
નિહાળ્યાં આથમતી રાતે તમને ચીમળાયલાં
સાક્ષી સુભગ સ્વપ્નોની વધૂની સુખસેજમાં.
કૃષ્ણના કંઠમાં નિહાળ્યાં, નિહાળ્યાં છે શિવને શિરે,
નિહાળ્યાં શિશુકરે એનું ઝીલતાં હાસ્ય નિર્મળ.
નિહાળ્યાં ચાદરરૂપે મેં કાયાએ માનવ તણી,
જતું જીવનમાં વામી ક્લેશો જે ધામ અન્તિમે
પણ સાચું કહું ? શોભ્યાં તમે એવું કદી નથી,
શોભો છો જેવું વૃક્ષોની ડાળીએ ઝૂલતાં તમે.
Entry filed under: કવિતા.
1.
manvant | ઓક્ટોબર 3, 2006 પર 6:54 એ એમ (am)
વાહ અમિતત્ભાઈ ! સુંદર કૃતિ છે.
2.
nilam doshi | ઓક્ટોબર 3, 2006 પર 11:39 એ એમ (am)
બનાવટી ફૂલોને કવિયાદ આવી ગઇ.
“તમારે રંગો છે અને આકારો છે,
કલાકારે દીધો તમ સમીપ આનંદકણ છે
……
ન જાણો નિન્દુ છું,
પરંતુ પૂછુ છું,
તમારા હૈયાના ગહન મહી યે આવું વસતુ
દિનાંતે આજે તો સકલ નિજ આપી ઝરી જવું?
પ્રહલાદ પારેખ.(મારી પ્રિય કવિતા)
3.
સુરેશ જાની | ઓક્ટોબર 3, 2006 પર 7:43 પી એમ(pm)
ભલે તેમ હોય .
પણ જ્યારે તારા ગળામાં ફૂલ હાર અને હાથમાં શ્રીફળ હશે ત્યારે તે ફૂલ વધારે મહેંકી ઓઠશે .
4.
shivshiva | ઓક્ટોબર 11, 2006 પર 9:43 એ એમ (am)
સુરેશભાઈની વાત સાચી છે
5.
મનસુખલાલ ઝવેરી « ગુજરાતી પ્રતિભા પરિચય | જૂન 11, 2011 પર 9:21 પી એમ(pm)
[…] ઃ ૧ ઃ ૨ ઃ ૩ ઃ ૪ ઃ […]