Archive for ઓક્ટોબર 3, 2006

ઉકળાટ – પન્ના નાયક.

ઝાડનાં પાંદડેપાંદડાં ગણું
         કે ગણું દિવસ ને રાત,
તારા વિના જીવવાનો
         આ કેવો વલોપાત.

થથરું ત્યારે તડકો ઓઢું
         ચાંદનીનો હું ભડકો ઓઢું,
સ્મરણના આ રણમાં
         હું તો કરતી રઝળપાટ.

કોઇ પૂછો નહીં કેટલું લાગે
         એક વિના મને એકલું લાગે,
ઘાટના ભાંગ્યા પગથિયા પર
         ઓશિયાળો ઉકળાટ.

ઓક્ટોબર 3, 2006 at 11:03 પી એમ(pm) 7 comments


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,346 અમીનજરું

દિવસવાર ટપાલ

ઓક્ટોબર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031