વાણિજ્ય પ્રેમ – અજ્ઞાત
ઓક્ટોબર 4, 2006 at 11:13 પી એમ(pm) 10 comments
મને થતું હતું કે તું મને પ્રેમ કરીશ !
તેની મે મારા દિલમાં આમનોંધ કરી.
તારી એક એક તીરછી નજરની,
મારા દિલમાં ખતવણી કરી.
પણ તું બીજા સાથે ફરવા લાગી,
તેની મે પેટાનોંધ કરી.
તારા પ્રેમમાં મે મે મારી ઘણી મૂડી રોકી,
તે મારી ભૂલ થઇ, તેની મે ભૂલ સુધારણા કરી.
તારા પ્રેમપત્રના ખર્ચા પૂરા કરવા,
મે મારી બેંક સિલક ઘટાડી.
તારા પ્રેમમાં વધારો ઘટાડો થતો હોવાં છતાં,
મે મારા રોકાણોમાં વધઘટ ન કરી.
તારા ધાલખાધ જેવા પ્રેમ સાથે,
મે ધાલખાધ અનામતની જોગવાઇ કરી.
તારા પ્રેમમાં બળી ગયો, તો પણ,
વીમા કંપનીએ અરજી પણ મંજુર ના કરી.
હવે ખબર પડી કે તારા પ્રેમરૂપી વેપારમાં,
મે તો ખોટ જ ખોટ કરી.
તારા એક તરફી પ્રેમમાં મે પગપેસારો કર્યો,
છેવટે ખબર પડી મે તો બસ, ઘસારો જ ઘસારો કર્યો.
Entry filed under: કવિતા.
1.
Ajay Patel | ઓક્ટોબર 4, 2006 પર 11:24 પી એમ(pm)
ખુબ જ મજા આવી ગઈ.
દરેકે દરેક લાઇન માં “વાણિજ્ય” બરાબર છતું થાય છે.
હેં અમિત?? આ અજ્ઞાતનો પિછોડો ઓધી ને પોતે જાતે તો નથી રચી ને આ રચના??
2.
Urmi Saagar | ઓક્ટોબર 5, 2006 પર 2:05 એ એમ (am)
🙂 🙂
3.
manvant | ઓક્ટોબર 5, 2006 પર 2:17 એ એમ (am)
ઓ મારા ભાઇલા ! પ્રેમ આંધળો હોય છે.
એમાં નફા-ખોટનો ધંધો ના હોય….ફક્ત ધસારો જ હોય….હોં !
4.
nilam doshi | ઓક્ટોબર 5, 2006 પર 3:21 પી એમ(pm)
હમણા આવું જ એક સોફટવેર એંજીનીયર ના પ્રેમ વિષે વાંચેલ.અને હવે આ વાણિજય!!હવે શું બાકી રહ્યુ?તો લખી નાખીએ.બરાબરને?
તો હો જાય.શરૂ કરો.પૂરૂ હું કરીશ.
5.
manvant | ઓક્ટોબર 5, 2006 પર 7:36 પી એમ(pm)
બહેના…..!!!!!!!!!!!! સોફ્ટવેર એંજી.ની વાત કહેજો..
2,તમારા બ્લોગમાંની શરુઆત ક્યાંથી થાય છે તે દરરોજ
સમજાતું નથી, તો સ્પષ્ટતા કરવા વિ, છે,મારી પાસે કોઇ કોંટેક્ટ
કરવાનો આધાર નથી,(આ બાબત નીલુબેન માટે છે).
6.
Mrugesh shah | ઓક્ટોબર 5, 2006 પર 10:00 પી એમ(pm)
ખૂબ સુંદર હાસ્ય રચના છે.
અસલ ખાતા જે રીતે લખાતા એના તમામ શબ્દો આવી ગયા.
આને નામાના મૂળ તત્વો પણ કહે છે, એવું કદાચ સ્મરણમાં છે.
ધન્યવાદ અમિતભાઈ.
7.
કલ્પેશ | ઓક્ટોબર 6, 2006 પર 2:19 પી એમ(pm)
શબ્દાર્થ
સિલક – Balance
ખતવણી – Posting (e.g. Ledger Posting)
જોગવાઇ – Provision
અનામત – Unknown
ખોટ, ખાધ – Loss
ઘસારો – Depreciation
ધાલ – ?
પુરાંત – દરરોજના કે માસિક હિસાબનાં બેઉ ખાતાં મંડાઈ ગયા પછી ખાતે પાર રહેતી સિલક, જણસ બાકી, તારણ ‘બૅલેન્સ.’ (courtesy -gujaratilexicon.com)
આપનામાંથી કોઇ “ધાલ” નો અર્થ જાણતા હોય તો લખશોજી.
આશા છે આપને શબ્દાર્થ વાંચીને આનંદ થયો હશે.
ભુલ-ચૂક હોય તો સુધારી આપશોજી.
સહર્ષ,
કલ્પેશ
8.
amit pisavadiya | ઓક્ટોબર 6, 2006 પર 2:50 પી એમ(pm)
અનામત એટલે Reserve
ધાલખાધ એટલે ડૂબેલુ નાણું , લેણી રકમ , – bad debts – કોઇ ઉછીના પૈસા લઇ ગયો હોય અને પાછા ના આવે તે.
9.
chetna | ઓક્ટોબર 6, 2006 પર 5:25 પી એમ(pm)
radta ne pan hasvu avi jay…
10.
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ | જુલાઇ 14, 2013 પર 7:06 પી એમ(pm)
ખુબ જ સરસ
સાંજ સુધરી ગઈ
બીજી રચનાઓ જરૂરથી મુકતા રહેશોજી