હે તને જાતાં જોઇ પનઘટની વાટે – અવિનાશ વ્યાસ.
ઓક્ટોબર 6, 2006 at 11:07 પી એમ(pm) 7 comments
[odeo=http://odeo.com/audio/2028431/view]
હે તને જાતાં જોઇ પનઘટની વાટે, મારું મન મોહી ગયું;
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું. હે તને …..
કેડે કંદોરો કોટમાં દોરો,
તારા લહેરિયાની લાલ લાલ ભાતે, મારું મન મોહી ગયું. હે તને…..
બેડલું માથે ને મહેંદી ભરી હાથે,
તારી ગાગરની છલકાતી છાંટે, મારું મન મોહી ગયું. હે તને…..
રાસે રમતી, આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે, મારું મન મોહી ગયું. હે તને…..
હે તને જાતાં જોઇ પનઘટની વાટે, મારું મન મોહી ગયું;
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું. હે તને …..
Entry filed under: રાસ-ગરબા.
1.
manvant | ઓક્ટોબર 7, 2006 પર 2:46 એ એમ (am)
રૂપાળા ગોરા ગોરા ઘાટે કે ગાલે ? ખાતરી કરવા વિનંતી.
અવિનાશ અમર છે……………………..આભાર.
2.
amit pisavadiya | ઓક્ટોબર 7, 2006 પર 9:35 એ એમ (am)
મણી દાદા
હે તને જાતાં જોઇ પનઘટની વાટે, મારું મન મોહી ગયું;
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું. હે તને …..
આ પંક્તિમા ‘ઘાટ’ (દેહાકૃતિ) શબ્દ જ વપરાયો છે , રૂપાળા ગોરા ગોરા ઘાટે એટલે કે સુંદર દેહાકૃતિ પર મન મોહી ગયુ એમ.
3.
janki | ઓક્ટોબર 7, 2006 પર 11:33 પી એમ(pm)
nice one.
4.
janki | ઓક્ટોબર 7, 2006 પર 11:33 પી એમ(pm)
nice to hear guju poem online
5.
dhavalrajgeera | ઓક્ટોબર 8, 2006 પર 7:30 પી એમ(pm)
YOUR SONG OF AVINASH VYAS( KNOWN AS AVINASH BHAI).
BRING BACK MY PAST.
ON OCTOBER 6TH VIBHABEN AND RASBHAI WERE BRINGING LISTENERS BACK TO GREAT COMPOSITION OF AVINASHBHAI HE WAS BACK WITH US.
HE WILL STAY WITH US FOR GENERATIONS.
NOW, HIS SON GAURANG IS DOING GREAT AS WELL.
CAN YOU PUT SONG –
DAYANASAGER……MARA RAMA TAME SITAJINE TOLE NA AAVO.
OR TEACH ME HOW TO PUT IT ???
6.
pinakin | ઓક્ટોબર 9, 2006 પર 6:08 પી એમ(pm)
superb
realy bahuj saras chhe
keep it up………………….
7.
shivshiva | ઓક્ટોબર 11, 2006 પર 9:39 એ એમ (am)
હાય! હાય !
અમીની આવવાની રાહ જોવાય છે ?
મજાકમાં લેજો અમીતભાઈ
નીલા આંટી