Archive for ઓક્ટોબર 8, 2006

મૌન – ડૉ. નીલેશ રાણા.

મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.
આભથી જુઓ બરફ પડે છે ને પળમાં વહેતું પાણી. 

         જળની કુંડળી પરપોટામાં
                  શાને જાય સમાઇ ?
         પથ્થરમાંથી ઝરણું ક્યાંથી
                  પ્રકટે એ જ નવાઇ ?

નદી, સરોવર, સમદર, જળની જૂજવી હોય કહાણી.
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.

         રેતી પર એક નામ લખું
                  રે ! પવન ભૂંસાતો જાય,
         જળમાં તારું નામ લખું તો
                  તરંગમાં લહેરાય !

રહસ્ય પછી આ જિંદગી જોને બેઠી ઘૂંઘટ તાણી.
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.

ઓક્ટોબર 8, 2006 at 10:45 પી એમ(pm) 6 comments


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,986 અમીનજરું

દિવસવાર ટપાલ

ઓક્ટોબર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031