નામ લખી દઉં – સુરેશ દલાલ.
ઓક્ટોબર 10, 2006 at 9:55 પી એમ(pm) 3 comments
ફૂલપાંદળી જેવી કોમળ
મત્ત પવનની આંગળીએથી
લાવ, નદીના પટ પર તારું નામ લખી દઉં !
અધીર થઇને કશુંક કહેવા
ઊડવા માટે આતુર એવા
પંખીની બે પાંખ સમા તવ હોઠ જરા જ્યાં ફરકે…
ત્યાં તો જો –
આ વ્હેતા ચાલ્યા અક્ષરમાં શો
તરંગની લયલીલાનો કલશોર મદીલો ધબકે…
વક્ષ ઉપરથી
સરી પડેલા છેડાને તું સરખો કરતાં
ઢળી પાંપણે ઊંચે જોતી
ત્યારે તારી માછલીઓની
મસ્તીશી બેફામ…
લાવ, નદીના તટ પર ઠામેઠામ લખી લઉં.
તવ મેંદીરંગ્યા હાથ,
લાવને, મારું પણ ત્યાં નામ લખી દઉં !
Entry filed under: કવિતા.
1.
manvant | ઓક્ટોબર 11, 2006 પર 2:23 એ એમ (am)
“ફૂલ પાંદડી ” સુધારશો ?
ગુલાબ અને કાવ્ય તમારી જેમ સરસ ને સુવાસિત છે.અભિનંદન .
2.
shivshiva | ઓક્ટોબર 11, 2006 પર 9:37 એ એમ (am)
એક અમીનું નામ લખોને અમીતભાઈ
સુંદર રચના છે.
3.
સુરેશ દલાલ « ગુજરાતી સારસ્વત પરિચય | ઓક્ટોબર 17, 2006 પર 4:38 એ એમ (am)
[…] # નામ લખી દઉં # અમે એવાં છઇએ # તમે વાતો કરો તો થોડું સારું લાગે # એવો એનો ફ્લેટ # અછાંદસ રચના # ઇમેજ પબ્લીકેશન્સ […]