સનમની નિગાહ – ડાહ્યાભાઇ દેરાસરી ‘બુલબુલ’.

ઓક્ટોબર 11, 2006 at 9:14 પી એમ(pm) 7 comments

નિગાહ તુજની, અરે ! બદમસ્તીમાં હુશિયાર કેવી છે ?
અમારું દિલ ચુરાવાને, કહો ! તૈયાર કેવી છે ?

અદાથી ફેરવી ખંજર ગળા પર, તું પછી કહેતી,
શહીદે નાઝ ! બતલાવો કે આમાં ધાર કેવી છે ?

જિગર તૂટ્યું રવાના ફાટ્યું જઇને દિલ મહીં લાગી,
ગજબનો ઘા કરે ચંચલ, નિગાહે યાર કેવી છે ?

ઝબહ કરતી અમોને તું, હસીને પૂછતી પણ તું,
જરા દિલબર ! બતાવોને અહા ! તલવાર કેવી છે !

Entry filed under: કવિતા.

નામ લખી દઉં – સુરેશ દલાલ. ન મોકલાવ – રમેશ પારેખ.

7 ટિપ્પણીઓ Add your own

  • 1. manvant  |  ઓક્ટોબર 12, 2006 પર 2:11 એ એમ (am)

    ગજબનો ઘા કરે ચંચલ નિગાહેં યાર કેવી છે ?
    ભાઈ……..”ઝબહ” શબ્દનો અર્થ ના સમજાયો….

    જવાબ આપો
  • 2. amit pisavadiya  |  ઓક્ટોબર 12, 2006 પર 1:30 પી એમ(pm)

    મણી દાદા
    અહીં મને સમજાયુ એ મુજબ ઝબહ એટલે આતુરતા થી. અને જે થયુ તેનાથી અજાણ્યા બની ને એમ.

    જવાબ આપો
  • 3. સુરેશ જાની  |  ઓક્ટોબર 12, 2006 પર 4:37 પી એમ(pm)

    મારા માનવા પ્રમાણે તેનો અર્થ ઘાયલ થાય. આપણે ગુજરાતીમાં ઝબે થૈ ગયો એમ કહીએ છીએ. તે ઝબહ પરથી આવ્યો હશે.

    જવાબ આપો
  • 4. amit pisavadiya  |  ઓક્ટોબર 12, 2006 પર 5:31 પી એમ(pm)

    સુરેશ દાદા ની વાત વધુ યોગ્ય લાગે છે.
    આભાર સુરેશદાદા.

    જવાબ આપો
  • 5. manvant  |  ઓક્ટોબર 13, 2006 પર 6:23 એ એમ (am)

    મારો પ્રશ્ન ઉકેલવા બદલ સૌનો આભાર

    જવાબ આપો
  • 6. dhavalrajgeera  |  ઓક્ટોબર 13, 2006 પર 4:36 પી એમ(pm)

    VERY NICE GAZAL !!!!!!!
    POEM.
    MANY URDU WORDS.MAY BE SURESHBHAI JANI CAN ADD IN HIS SECTION.
    LOVE IS A RAZOR SHARP.
    SO BE SMART BEFORE DURING AND AFTER …..

    જવાબ આપો
  • […] # રચના […]

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,307 અમીનજરું

દિવસવાર ટપાલ

ઓક્ટોબર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: