ન મોકલાવ – રમેશ પારેખ.
ઓક્ટોબર 12, 2006 at 9:10 પી એમ(pm) 5 comments
આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ
ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ
તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ
ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ
થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.
Entry filed under: કવિતા.
1.
manvant | ઓક્ટોબર 13, 2006 પર 6:25 એ એમ (am)
કવિની જેમ આપણને પણ ભૂતકાળંર્ની ક્યાં જરૂર છે ?
2.
dhavalrajgeera | ઓક્ટોબર 13, 2006 પર 4:21 પી એમ(pm)
PERSON WHO LIVES IN PAST CAN NOT SEE TO DAY OR THINK FOR TO MORROW.
MAY BE THAT MAY BE RAMESH PAREKH IS SAYING TO THE ONE WHO TOOK THE PAST-TIME.
NO ONE SHOULD LIVE IN PAST.
3.
Urmi Saagar | ઓક્ટોબર 15, 2006 પર 9:40 પી એમ(pm)
થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.
nice words….
4.
કસુંબલ રંગનો વૈભવ | ઓક્ટોબર 24, 2006 પર 10:38 એ એમ (am)
Ramesh Parekhni Aa sundar rachanaa….post karava badal abhar……….amitbhai
5.
મીના છેડા | ઓક્ટોબર 25, 2006 પર 12:28 પી એમ(pm)
થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.
કવિ શ્રી રમેશ પારેખને કોઇ કાળે યાદ કરવા નહિ પડે એ ભૂલાશે જ નહિ એમની કવિતાઓ મનમાં સમાઈ જાય છે.
મીના