થાય સરખામણી તો – બરકત વિરાણી ‘બેફામ’
ઓક્ટોબર 13, 2006 at 9:48 પી એમ(pm) 2 comments
થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.
ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારો’ય છે
એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી
કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા
પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા
ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે
વાટ કીન્તુ બીજાને બતાવી દીધી
કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જીંદગી મા અસર એક તન્હાઇની
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો
એને આખી કહાણી સુણાવી દીધી.
જીવતાં જે ભરોષો ઇશ પર
એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો
જાત મારી ભલે ને તરાવી નહી
લાશ મારી પરંતુ તરાવી દીધી.
Entry filed under: ગઝલ.
1.
manvant | ઓક્ટોબર 14, 2006 પર 2:27 એ એમ (am)
ચિત્ર ને ભાવ સરસ છે.
આભાર કવિ ને અમિતભાઈનો.
2.
senorita | ડિસેમ્બર 4, 2006 પર 4:48 પી એમ(pm)
THAY SARKHAMANI TO UTARTA CHHIYE .ghani sari gazal chhe .