ચર્ચામાં નથી હોતી – ‘આસિમ’ રાંદેરી

ઓક્ટોબર 15, 2006 at 10:01 પી એમ(pm) 7 comments

આસિમ રાંદેરી ( મહમૂદમિયાં મોહંમદ ઇમામ સૂબેદાર )

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી;
મજા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.

દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી હોતી,
કહે છે જેને શાંતિ દિલની, દુનિયામાં નથી હોતી.

ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી;
નજરમાં હોય છે મસ્તી તે મદિરામાં નથી હોતી.

મજા ક્યારેક એવી હોય છે જે એક ‘ના’ માં પણ,
અનુભવ છે કે એવી સેંકડો ‘હા’ માં નથી હોતી.

જઇને તૂર ઉપર એમણે સાબિત કરી દીધું,
કે આદમ જેટલી હિંમત ફરિસ્તામાં નથી હોતી.

તમારી આ યુવાનીની બહારો શી બહારો છે !
બહારો એટલી સુંદર બગીચામાં નથી હોતી.

અરે આ તો ચમન છે, પણ યદિ વેરાન જંગલ હો,
કહો જ્યાં જ્યાં તમે હો છો મજા શામાં નથી હોતી ?

મોહબ્બત થાય છે પણ થઇ જતાં બહુ વાર લાગે છે,
મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી.

ગઝલ એવીય વાંચી છે અમે ‘લીલા’ની આંખોમાં,
અલૌકિક-રંગમય જે કોઇ ભાષામાં નથી હોતી.

અનુભવ એ ય ‘આસિમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

Entry filed under: ગઝલ.

રાધા – મુકેશ જોશી વલોવાઇ જાશે – અમૃત ‘ઘાયલ’.

7 ટિપ્પણીઓ Add your own

 • 1. manvant  |  ઓક્ટોબર 15, 2006 પર 11:22 પી એમ(pm)

  ચર્ચીને બદલ્ર ચર્ચા ન હોઇ શકે ?

  કહો જયાં જ્યાં તમે હો છો………મજા શામાં નથી હોતી ?
  હેં અમિતભાઈ ?….સુન્દર શોધ છે.

  જવાબ આપો
 • 2. સુરેશ જાની  |  ઓક્ટોબર 16, 2006 પર 4:33 પી એમ(pm)

  મને બહુ જ ગમતી ‘આસીમ’ ની ગઝલ .
  મ.ઉ.એ ગાયેલી છે. – ‘આકાર’ આલ્બમમાં.
  આખી ગઝલ આપવા માટે આભાર.

  જવાબ આપો
 • 3. જતન પોરેચા  |  માર્ચ 26, 2007 પર 11:31 પી એમ(pm)

  આસિમ રાંદેરી નો તાપી પ્રેમ મને ખુબ ગમે છે. તેમાં એક પોતિકુંપણું જણાય છે. હું મનહર ઉધાસ નો ઋણી છું કે એમણે આવા સમર્થ શાયર ની ગઝલો નો પરીચય કરવ્યો.

  જવાબ આપો
 • 4. Miheer shah  |  માર્ચ 28, 2007 પર 3:21 પી એમ(pm)

  I love ghazals

  જવાબ આપો
 • 5. Miheer shah  |  માર્ચ 29, 2007 પર 4:50 પી એમ(pm)

  Fakat ae lok ne arpan chee dil maru kala mari
  Ghazal Vanchan vina samjhe chee jeo vedna mari

  જવાબ આપો
  • 6. Balkrushna tiwari  |  નવેમ્બર 19, 2011 પર 8:45 એ એમ (am)

   bhai koi ne pase “fakat e lok ne arpan ” ghazal hoy to upload karso?

   i am keen to listen that ghazal..pl. pl. pl………………..

   krishna

   જવાબ આપો
   • 7. amitpisavadiya  |  નવેમ્બર 20, 2011 પર 5:49 પી એમ(pm)

    which one ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

 • 281,434 અમીનજરું

દિવસવાર ટપાલ

ઓક્ટોબર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: