અમને તમારી અડખેપડખે રાખો – પન્ના નાયક
ઓક્ટોબર 17, 2006 at 11:54 પી એમ(pm) 4 comments
અમને તમારી અડખેપડખે રાખો
ખૂબ પાસે રાખીને
અમને હળવે હળવે ચાખો
સંગત, રંગત, સોબત, મહોબ્બત
આ તો અમથાં અમથાં લટકણિયાં છે નામ
અંગત એવું એક જણ પણ હોય નહીં તો નથી કોઇનું કામ
મૌનને મારા ખબર પડે નહીં એવી રીતે
ફૂટે શબદ શબદની પાંખો
અમને તમારી અડખેપડખે રાખો.
કોણ આવે કોણ જાય, કોણ ચૂપ રહે કોણ ગાય
એની અમને લેશ નથી પણ પરવા
કારણ અકારણ કાંઇ કશું નહીં
અમે તમારી સાથે નીકળ્યા ખુલ્લા દિલથી ફરવા
એક વાર જો સાથ હોય ને હાથમાં ગૂંથ્યા હાથ હોય
તો મારગ મીઠો લાગે હોય ભલેને ધુમ્મસિયો ને ઝાંખો
અમને તમારી અડખેપડખે રાખો.
Entry filed under: કવિતા.
1.
manvant | ઓક્ટોબર 18, 2006 પર 12:10 એ એમ (am)
પન્નાબહેન ! કમાલ કરી. અમારાથી વચ્ચે ના અવાય હોં !
2.
nilam doshi | ઓક્ટોબર 18, 2006 પર 11:54 એ એમ (am)
મનગમતો સાથ હોય તો મારગ મીઠો જ લાગે ને!!!!હમે તેવો હોય તો પણ….
સરસ કાવ્ય.
3.
UrmiSaagar | ઓક્ટોબર 19, 2006 પર 4:19 એ એમ (am)
એકદમ સાચી વાત છે નીલમઆંટી !
અમીતભાઇ, તમે જ્યારે કોઇનો હાથ પકડો ત્યારે અમારે માટે ઇ-જાન જરૂર કાઢજો હોં!! 🙂
4.
વિવેક | ઓક્ટોબર 23, 2006 પર 9:03 પી એમ(pm)
હળવે હળવે ચાખવાની વાત ખૂબ ગમી… પન્ના નાયકના ગીતો જેમ જેમ વાંચતો જાઉં છું, એ વધુ ને વધુ ગમતાં જાય છે…