રામ – અવિનાશ વ્યાસ.
ઓક્ટોબર 19, 2006 at 10:51 પી એમ(pm) 5 comments
[odeo=http://odeo.com/audio/2197927/view]
રામ રામ રામ …
દયાના સાગર થઇ ને, કૃપા રે નીધાન થઇ ને
છો ને ભગવાન કેવરાવો
પણ રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો
સોળે શણગાર સજી મંદિર ને દ્વાર તમે
ફૂલ ને ચંદન થી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો
કાચા રે કાન તમે ક્યાં ના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઇ જઇ ને
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ
પણ રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો
તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજી એ રાવણ ને હરાવ્યો
દૈત્યોના બીચમા નીરાધાર નારી તો’યે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલા ને માર્યો તેમા કર્યું શું પરાક્રમ
અમથો વિજય નો લૂટ્યો લ્હાવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો.
Entry filed under: કવિતા, ભજન - આરતી.
1.
manvant | ઓક્ટોબર 20, 2006 પર 1:31 એ એમ (am)
ચિત્ર સરસ છે.ગીત પણ સરસ ભાવવાળું છે. આભાર,,
2.
Urmi Saagar | ઓક્ટોબર 20, 2006 પર 8:36 એ એમ (am)
Very nice… my most FAVORITE bhajan!!
Thanks amit!!
3.
સુરેશ જાની | ઓક્ટોબર 20, 2006 પર 4:45 પી એમ(pm)
બહુ જ સુરીલો અવાજ છે. અને સ્વરાંકન પણ સરસ છે. કોણે ગાયું છે? અને કોનું સ્વરાંકન છે?
4.
nilam doshi | ઓક્ટોબર 22, 2006 પર 8:29 પી એમ(pm)
અમિત,સાંભળવાની મજા આવી ગઇ.આભાર.
5.
Urmi Saagar | ઓક્ટોબર 23, 2006 પર 7:35 એ એમ (am)
કાળી ચૌદશને દિવસે શ્રી રાસબિહારી ભાઇના સુરીલા કંઠે આ ગીત પ્રત્યક્ષ સાંભળવાની ખૂબ જ મઝા આવી!!