જય લક્ષ્મીમાતા
ઓક્ટોબર 20, 2006 at 5:09 પી એમ(pm) 3 comments
જય લક્ષ્મીમાતા મા જય લક્ષ્મીમાતા,
ભક્તોનાં દુઃખ હરતાં, ભક્તોનાં દુઃખ હરતાં,
પ્રગટ્યાં પૃથ્વી મા….. જય લક્ષ્મી…
તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું સાવિત્રી મા,
પાપીનાં દુઃખ ધોતી, પાપીનાં દુઃખ ધોતી,
તું મહાલક્ષ્મી મા…..જય લક્ષ્મી…
ધરીને ચંડીરૂપ ચંડમુંડ માર્યા મા,
દેવોનું દુઃખ, હરિયું દેવોનું દુઃખ હરિયું,
પાપીને તાર્યા…..જય લક્ષ્મી…
યુદ્ધે ચડિયાં ખડ્ગ ધરીને મા કાલિકા,
રોળ્યો મહિષાસુરને, રોળ્યો મહિષાસુરને,
દૈત્યકુળ સાથે મા…..જય લક્ષ્મી…
દુઃખ બહુ દેતા દેવોને નિશુંભશુંભ પાપી,
સંહારીને માતા, સંહારીને માતા,
મુક્તિ તો આપી…..જય લક્ષ્મી….
અનેક એવા ભક્ત તાર્યા ભાવ થકી મૈયા,
અમને પણ અર્પોને, અમને પણ અર્પોને,
મહાદેવી, સુમતિ…..જય લક્ષ્મી…
ધરતી અનેક રૂપ ભક્તો કાજે મા,
સુખસંપત્તિ સહુ દેતાં, સુખસંપત્તિ સહુ દેતાં,
ત્રિભુવન સુખદાતા…..જય લક્ષ્મી…
સ્તુતિ કરીને જે ભક્ત આરતી ગાશે મા,
મુક્તિને તો પામી, મુક્તિને તો પામી,
મા પાસે જાશે…..જય લક્ષ્મી…
Entry filed under: ભજન - આરતી.
1.
manvant | ઓક્ટોબર 23, 2006 પર 11:52 પી એમ(pm)
શ્રી મહાકાલી……મહાસરસ્વતી…….મહાલક્ષ્મ્યૈ નમો નમ: !
નવદુર્ગાય નમ:
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: !
માં પાહિ ૐ ભગવતી ભવદુ:ખ કાપો !
કુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતિ !
સૌનું રક્ષણ ને પોષણ કરજો મા !
2.
shivshiva | ઓક્ટોબર 26, 2006 પર 2:36 પી એમ(pm)
યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
3.
Kiritkumar G. Bhakta | ઓક્ટોબર 28, 2006 પર 2:30 એ એમ (am)
પુરુષાર્થે સિધ્યતિ કાર્યં,ન ચ મનોરથે,
સુપ્તસ્ય સિહસ્ય મુખાનિ,ન પ્રવિશાનિ મૃગાનિ.