‘શયદા’ – હરજી લવજી દામાણી.

October 25, 2006 at 10:36 pm 5 comments

શયદા (  24-10-1892  ::   30-06-1962 )

(1) જાણું છું

હું મૌન રહીને એક અનાહત નાદ ગજવી જાણું છું;
ભરનિદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું.

મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું;
બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું.

હું ફૂલ ખિલાવી જાણું છું ફૂલબાગ લગાવી જાણું છું;
ત્યાં કાળે કહ્યું કે ગર્વ ન કર હું ભસ્મ બનાવી જાણું છું.

કોઇ ધરમ નથી કોઇ કરમ નથી કોઇ જ્ઞાન નથી અજ્ઞાન નથી,
તું બુદ્ધિ છોડી બેસ તો હું સહુ ભેદ બતાવી જાણું છું.

અનુભવની વાતો શું પૂછે, વાણીમાં અનુભવ નહીં આવે,
હું એમ તો મારા અનુભવમાં ઇશ્વરને લાવી જાણું છું.

હું બોલો બોલી પાળું છું – તું બોલો બોલી બદલે છે,
તું વાત બનાવી જાણે છે, હું વાત નિભાવી જાણું છું.

તારી આંખોમાં જ્વાળા છે, મારી આંખોમાં અશ્રુ છે,
તું આગ લગાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું.

ઓ પ્રેમ-રમતના રમનારા, તું પ્રેમ-રમતને શું સમજે !
તું આંખ લડાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું.

આભાર ભરેલા મસ્તકને ઊંચકવું ‘શયદા’ સ્હેલ નથી,
હું એમ તો મસ્તીમાં આવી, આકાશ ઉઠાવી જાણું છું.

( 2) મોતીનાં તોરણ

જાશું, જઇને મોતથી પંજો લડાવશું,
મળશે સમય તો આપની મહેફિલમાં આવશું.

તમને અમારી આંખની કીકી બનાવશું,
એમાં અમારા પ્રેમની વસ્તી વસાવશું.

નયનોને દ્વાર અશ્રુનાં બિંદુ જો આવશે,
પાંપણમાં ટાંકી મોતીનાં તોરણ બનાવશું.

અપમાન સાથ કાઢો છો ઘરમાંથી આજ, પણ,
આંસુ બનીને આપની આંખોમાં આવશું.

નાદાન શત્રુઓ અને નાદાન સ્નેહીઓ,
ઓ જીવ, જીવવાની મજા ક્યાંથી લાવશું ?

આવી જુઓ તો આપને સત્કારવાને કાજ,
બીજું નથી જો કાંઇ તો આંખો બિછાવશું.

‘શયદા’ જીવન-રમત મહીં એ પણ ખબર નથી,
શું શું ગુમાવી દીધું છે – શું શું ગુમાવશું ?

Advertisements

Entry filed under: કવિતા, ગઝલ.

જય લક્ષ્મીમાતા હાલરડું – કૈલાસ પંડિત.

5 Comments Add your own

 • 1. shivshiva  |  October 26, 2006 at 2:40 pm

  ત્યાં કાળે કહ્યું કે ગર્વ ન કર હું ભસ્મ બનાવી જાણું છું.
  સનાતન સત્ય કહ્યું કાળે

  Reply
 • 2. સુરેશ જાની  |  October 26, 2006 at 3:54 pm

  બધા જ શેર અતિ સુંદર અને ભાવ વાહી છે. ‘શયદા’ ગુજરાતી ગઝલના એક સીમા ચિહ્ ન હતા.
  અપમાન સાથ કાઢો છો ઘરમાંથી આજ, પણ,
  આંસુ બનીને આપની આંખોમાં આવશું.

  આ સાવ નવો વિચાર વાંચવાની મઝા આવી.

  Reply
 • 3. ઊર્મિસાગર  |  October 26, 2006 at 6:07 pm

  very nice poems…

  Reply
 • 4. manvant  |  October 26, 2006 at 6:55 pm

  વાહ ભઈ વાહ ! ગુલાબના ફૂલ જેવાં બન્ને કાવ્યો છે.. આભાર !

  Reply
 • 5. વિવેક  |  October 27, 2006 at 11:42 am

  સુંદર ગઝલ-યુગ્મ…

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

 • 210,981 અમીનજરું

દિવસવાર ટપાલ

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: