હાલરડું – કૈલાસ પંડિત.

ઓક્ટોબર 26, 2006 at 10:16 પી એમ(pm) 10 comments

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

 

એક બીજુ,  કાઠ્યાવાડ માં લોકમુખે ગવાતુ પુરાણુ હાલરડું…

તમે  મારાં  દેવનાં  દીધેલ  છો,  તમે  મારાં  માગી  લીધેલ  છો,
               આવ્યાં  ત્યારે  અમર  થઇને  રો’  !

આ લોકગીત હાલરડું છે. આની રચયતા તે કાઠ્યાવાડી ગામઠી જનતા. આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરીને આવા લોકગીતો અને હાલરડાંઓ ગ્રંથસ્થ કર્યા છે.

આખુ હાલરડું વાંચવા અહીં ક્લીક કરો.

Entry filed under: હાલરડાં.

‘શયદા’ – હરજી લવજી દામાણી. એક દી – સૈફ પાલનપુરી

10 ટિપ્પણીઓ Add your own

 • 1. nilam doshi  |  ઓક્ટોબર 27, 2006 પર 8:47 પી એમ(pm)

  દીકરો મારો લાડકવાયો આજે પણ રોજ સાંભળુ છું.મારું પ્રિય.
  આભાર

  જવાબ આપો
 • 2. chetan  |  જાન્યુઆરી 5, 2007 પર 5:56 પી એમ(pm)

  “Dikaro maro ladakvayo” maru sauthi pasandida geet che. Jyare pan aa geet sambhadu chu, maru maan prasann thai jaay che.

  જવાબ આપો
 • 3. chetan  |  જાન્યુઆરી 5, 2007 પર 5:56 પી એમ(pm)

  દીકરો મારો લાડકવાયો આજે પણ રોજ સાંભળુ છું.મારું પ્રિય.
  આભાર

  જવાબ આપો
 • 4. sanju  |  ડિસેમ્બર 5, 2007 પર 5:35 પી એમ(pm)

  i need this song for a play. so plz give me this song.

  જવાબ આપો
 • 5. patelnilesh  |  સપ્ટેમ્બર 10, 2008 પર 2:16 એ એમ (am)

  દીકરો મારો લાડકવાયો આજે પણ રોજ સાંભળુ છું
  આભાર

  જવાબ આપો
  • 6. ganesh patel  |  ઓગસ્ટ 26, 2009 પર 2:41 પી એમ(pm)

   દીકરો મારો લાડકવાયો આજે પણ રોજ સાંભળુ છું

   જવાબ આપો
 • 7. shashi  |  ડિસેમ્બર 4, 2008 પર 7:53 એ એમ (am)

  how are you

  જવાબ આપો
 • 8. ganesh patel  |  ઓગસ્ટ 26, 2009 પર 2:42 પી એમ(pm)

  bajan

  જવાબ આપો
 • 9. Anu  |  જાન્યુઆરી 22, 2010 પર 11:44 પી એમ(pm)

  Hello,

  Can anyone please send me mp3 format of this song? I couldn’t find anywhere.

  I will appreciate it..

  email address is radhesave@gmail.cxx

  Thanks

  જવાબ આપો
 • 10. Hetal  |  જૂન 23, 2010 પર 1:04 એ એમ (am)

  Dikro Maro maru favorite halardu chhe. hu jyare jyare e sambhdu chhu man shant thai jay chhe.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

 • 281,436 અમીનજરું

દિવસવાર ટપાલ

ઓક્ટોબર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: