એક દી – સૈફ પાલનપુરી
ઓક્ટોબર 27, 2006 at 9:43 પી એમ(pm) 4 comments
સૈફુદ્દીન ગુલામઅલી ખારાવાલા
એક દી’ એમણે પોતે જાતે કહ્યું,
‘સૈફ’ આજે જરા મારુ વર્ણન કરો.
મારા વિશે જરા થોડા રૂપક કહો,
થોડી ઉપમાઓનું આજ સર્જન કરો.
કેવી હાલત ભલા થઇ હશે એ સમયે,
એ તો દિલ વાળા જે હોય કલ્પી શકે,
જેણે બાંધ્યો હો રૂપાળો રીસ્તો કદી,
એ જ સમજી શકે એ જ જાણી શકે.
કોક બીજાની હોતે જો આ માંગણી,
હું’ય દિલ ખોલીને આજ વર્ણન કરત.
આ સભા દાદ દઇને દઇને થાકી જતે,
એવા સાહિત્યનું આજ સર્જન કરત.
પણ પ્રણેતા હો રૂપકના જેઓ ભલા
એ જ રૂપક જો ચાહે તો હું શું કરું ?
જેની પાસેથી ઉપમાઓ તાલીમ લે,
એ જ ઉપમાઓ માંગે તો હું શું કરું ?
તે છતાં મે કહ્યું, મારે કહેવું પડ્યું,
છો રૂપાળા તમે ખૂબ સારા તમે,
આંખ બહુ મસ્ત છે ચાલ બહુ ખૂબ છે,
અંગે અંગે છો નખશીખ પ્યારા તમે.
કેવી સીધીને સાદી હતી વાત આ,
કેવા ભોળા હતા તેઓ ઝૂમી ગયા.
બોલ્યા કેવા મજાના છો શાયર તમે,
કેવુ સારું ને મનગમતું બોલી ગયા.
Entry filed under: ગઝલ.
1.
Kiritkumar G. Bhakta | ઓક્ટોબર 28, 2006 પર 2:24 એ એમ (am)
અમિતભાઈ,
મજા આવી ગઈ,આને સાંભળતો.
આજે પહેલી જ વાર વાંચ્યું.કંઈક યાદ પણ આવ્યું.
‘કેવા ભોળા હતા…”
ધન્યવાદ.
2.
nilam doshi | ઓક્ટોબર 28, 2006 પર 12:17 પી એમ(pm)
બાંધ્યો હોય રિશ્તો રૂપાળો….
સરસ.
ચિત્ર કયાંથી કાઢો છો?સરસ છે.
3.
vijayshah | ઓક્ટોબર 28, 2006 પર 4:57 પી એમ(pm)
પણ પ્રણેતા હો રૂપકના જેઓ ભલા
એ જ રૂપક જો ચાહે તો હું શું કરું ?
જેની પાસેથી ઉપમાઓ તાલીમ લે,
એ જ ઉપમાઓ માંગે તો હું શું કરું ?
વાહ!
અમિતભાઇ મઝા આવી ગઇ
બોલ્યા કેવા મજાના છો શાયર તમે,
કેવુ સારું ને મનગમતું બોલી ગયા.
4.
સુરેશ જાની | ઓક્ટોબર 28, 2006 પર 5:28 પી એમ(pm)
ગુજરાતીમાં ગઝલો ઘણી લખાઇ છે, પણ ખાસ આવે નઝમો જોવા મળતી નથી. સૈફની નઝમો સાંભળવી તે પણ એક લ્હાવો છે.
તેમની બહુ જ જાણીતિ નઝમ – મ.ઉ.ના સ્વરમાં –
“શાંત ઝરૂખે વાટ નિરખતી,
રૂપની રાણી જોઇ હતી
મેં એક શાહજાદી જોઇ હતી.”