Archive for ઓક્ટોબર 29, 2006
જય જલારામબાપા.
જય જલારામબાપા સંતો જય જલારામબાપા
ભક્તિ ભાવથી ભજીએ (2) ગુણ ગાઇએ તારા…
જય જલારામબાપા…
અઢાર છપ્પન સાલ સંતો અઢાર છપ્પ્ન સાલ
અવનિમાં અવતરીઆ (2) ભજવા રામ કૃપાળ…
જય જલારામબાપા…
રાજબાઇ ધન્ય માત સંતો રાજબાઇ ધન્ય માત,
ઉદરે તમે અવતરીઆ (2) પાવન પ્રધાન તાત…
જય જલારામબાપા…
રઘુવંશમાં અવતાર સંતો રઘુવંશમાં અવતાર,
ભોજલ ગુરુને ધાર્યા (2) ધન્ય ધન્ય ભોજલરામ…
જય જલારામબાપા…
વીરપુરમાં છે વાસ સંતો વીરપુરમાં છે વાસ,
રામ હ્રદયમાં ધાર્યા (2) સમર્યા શ્વાસોશ્વાસ…
જય જલારામબાપા…
અન્નદાન આપી સંતો અન્નદાન આપી;
સેવા કરી સંકટ કાપ્યાં (2) અટળ ધર્મ સ્થાપ્યા…
જય જલારામબાપા…
અદ્દભુત રૂપ ધારી સંતો અદ્દભુત રૂપ ધારી;
ઇશ્વર દ્વારે આવ્યા (2) આપ્યા નિજ નારી…
જય જલારામબાપા…
પ્રાર્થના ભુવનમાં વાસ સંતો પ્રાર્થના ભુવનમાં વાસ;
ભક્તિ આપો કષ્ટ કાપો (2) દુઃખડાંનો સૌ નાશ…
જય જલારામબાપા…
જલિયાણ અવતારી સંતો જલિયાણ અવતારી;
મોહન ગુણલાં ગાયે (2) સુખ આપે ભારી…
જય જલારામબાપા…
જલિયાણની આરતી સંતો જે ભાવે ગાશે;
મનના મનોરથ ફળશે (2) દુઃખડાં સૌ ટળશે…
જય જલારામબાપા…
+ વિરલસંત શ્રી જલારામબાપાના જીવન વિશે વધુ વાંચવા અહીં ક્લીક કરો.
મિત્રોના પ્રતિભાવ