જય જલારામબાપા.
ઓક્ટોબર 29, 2006 at 9:17 પી એમ(pm) 6 comments
જય જલારામબાપા સંતો જય જલારામબાપા
ભક્તિ ભાવથી ભજીએ (2) ગુણ ગાઇએ તારા…
જય જલારામબાપા…
અઢાર છપ્પન સાલ સંતો અઢાર છપ્પ્ન સાલ
અવનિમાં અવતરીઆ (2) ભજવા રામ કૃપાળ…
જય જલારામબાપા…
રાજબાઇ ધન્ય માત સંતો રાજબાઇ ધન્ય માત,
ઉદરે તમે અવતરીઆ (2) પાવન પ્રધાન તાત…
જય જલારામબાપા…
રઘુવંશમાં અવતાર સંતો રઘુવંશમાં અવતાર,
ભોજલ ગુરુને ધાર્યા (2) ધન્ય ધન્ય ભોજલરામ…
જય જલારામબાપા…
વીરપુરમાં છે વાસ સંતો વીરપુરમાં છે વાસ,
રામ હ્રદયમાં ધાર્યા (2) સમર્યા શ્વાસોશ્વાસ…
જય જલારામબાપા…
અન્નદાન આપી સંતો અન્નદાન આપી;
સેવા કરી સંકટ કાપ્યાં (2) અટળ ધર્મ સ્થાપ્યા…
જય જલારામબાપા…
અદ્દભુત રૂપ ધારી સંતો અદ્દભુત રૂપ ધારી;
ઇશ્વર દ્વારે આવ્યા (2) આપ્યા નિજ નારી…
જય જલારામબાપા…
પ્રાર્થના ભુવનમાં વાસ સંતો પ્રાર્થના ભુવનમાં વાસ;
ભક્તિ આપો કષ્ટ કાપો (2) દુઃખડાંનો સૌ નાશ…
જય જલારામબાપા…
જલિયાણ અવતારી સંતો જલિયાણ અવતારી;
મોહન ગુણલાં ગાયે (2) સુખ આપે ભારી…
જય જલારામબાપા…
જલિયાણની આરતી સંતો જે ભાવે ગાશે;
મનના મનોરથ ફળશે (2) દુઃખડાં સૌ ટળશે…
જય જલારામબાપા…
+ વિરલસંત શ્રી જલારામબાપાના જીવન વિશે વધુ વાંચવા અહીં ક્લીક કરો.
Entry filed under: ભજન - આરતી.
1. જલારામ બાપા « ગુજરાતી પ્રતિભા પરિચય | ઓક્ટોબર 30, 2006 પર 9:00 એ એમ (am)
[…] # આરતી – જય જલારામબાપા. […]
2.
shivshiva | ઓક્ટોબર 30, 2006 પર 1:57 પી એમ(pm)
જય જલારામબાપા
3.
Junagadh | જૂન 22, 2009 પર 11:53 એ એમ (am)
Hello Sir,
I am from Junagadh City,Just visited Jalaram Mandir-Virpur yesterday.
Find there great faith in all visitors.It was really nice time.
— Thanks for sharing this article!!!
— Mansi Kotecha
4.
Kedarsinhji M Jadeja | મે 27, 2013 પર 4:00 પી એમ(pm)
જલારામ બાપા
વીરપુર વાસી હરિગુણ પ્યાસી, ડંકો વગાડ્યો પૂરા દેશમાં
દાતા તમે આવ્યા જલા ના વેશ માં….
માતા રાજબાઇ ખોળે જન્મ ધર્યોને, પિતા પ્રધાન પરખાણા
વીરબાઇ સરીખી મળી અર્ધાંગના. ભક્તિ તરબોળ દરશાણા
સાધુ સંતોની સેવા કરતાં, અંતર ઉમંગ આવેશ માં..
અંગે અંગરખું હાથમાં બેરખો, ગાલે લાખું લાખેણું
ગળે રુદ્રાક્ષની માળા ઓપતી, શોભા તારી શું વખાણું
હાથમાં લાકડી માથે પાઘડી, ઓલિયો લાગે છે કેવો ખેસ માં.
લાલા ભગત જેવા સખા તમારા, દળણા સૌ સાથમાં દળતાં
ભેગા મળી સંતો ભજનો લલકારે, આરાધ ઈશ ની કરતાં
ગંગા ને યમુના સરીખી સરિતા, આવે પનિહારી વેશમાં…
પ્રભુ એ આવી લીધી પરીક્ષા, વિરબાઇ માંગી લીધાં
લેશ ન માયા ઉરમાં આણી, હરખે વળાવી દીધાં
ઝોળીને ધોકો દઈ છટકયા સીતા પતિ, ચાલ્યા સાધુના પહેરવેશમાં
રામની ભકિત ભાળી પ્રગટ્યા પવનસુત, મૂર્તિ રૂપ મંડાણા
હેતે ભગત ને આશિષ આપતાં, પ્રેમ ભાળીને પરખાણા
સદાએ સંતની સાથમાં રહેતા, બેસે કોઈ ભકતના વેશમાં..
રામના નામની ધૂણી ધખાવી, ભૂખ્યાને અન્નજલ આપતાં
દીન દુખિયાની કરતા ચાકરી, કષ્ટો ગરીબના કાપતાં
અવળાં ઉત્પાત કોઈ અંતર ના આણતાં, બોલે ભલેને કોઈ દ્વેષ માં
દેશ વિદેશના ભકતોની ભીડ જામે, સેવા કરવામાં સૌ શુરો
હેતે હરિજન દર્શન કરતાં, પામે સંતોષ પુરે પુરો
એક અધેલો ચડેના ચડાવો, કોઈ પણ દાણ ના પ્રવેશ માં…
દીન “કેદાર” પર દયા દરશાવો, આશિષ અવિરત આપજો
સદા રહે મારે હૃદયે રામજી, એવી મતી મારી રાખજો
હરિગુણ ગાતાં ઊડે પંખેરુ મારું, આવું તારે દ્વારે શુદ્ધ વેશ માં
અર્ધાંગનાં-મારીજ એક રચનામાં મેં લખ્યું છે કે “પરણે બધા એ તેને,પત્ની મળે જીવન માં,પણ હોય ભાગ્યશાળી,અર્ધાંગની મળે છે…”
અધેલો:-એક જમાના માં અધેલા નામનું ચલણ અમલમાં હતું, જે ત્યારના ચલણનું અર્ધ ભાગ જેવું મૂલ્ય દર્શાવતું. જૂનો અરધો પૈસો; દોઢ પાઈની કિંમતનો તાંબાનો સિક્કો.
5.
amitpisavadiya | મે 28, 2013 પર 11:56 એ એમ (am)
thank you for yr kind words at amizaranu…
6.
જલારામ બાપા | ગુજરાતી પ્રતિભા પરિચય | ઓક્ટોબર 30, 2014 પર 10:37 એ એમ (am)
[…] # આરતી – જય જલારામબાપા. […]