એમ પૂછીને થાય નહીં પ્રેમ – તુષાર શુક્લ.
ઓક્ટોબર 30, 2006 at 10:22 પી એમ(pm) 6 comments
દરિયાના મોજા કૈં, રેતીને પૂછે ;
તને ભીંજાવું ગમશે કે કેમ ?
એમ પૂછી ને થાય નહીં પ્રેમ.
ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી ;
એક નો પર્યાય થાય બીજું.
આંખોનો આવકારો વાંચી લેવાનો ભલે ;
હોઠોથી બોલે કે ખીજ્યું.
ચાહે તે નામ તેને દઇદો તમે રે ભાઇ ;
અંતે તો હેમનું હેમ… એમ પૂછી ને થાય નહી પ્રેમ.
ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી ;
કાયમના રહેશો પ્રવાસી.
મન મૂકી મહોસ્શો તો મળશે મુકામ એનું ;
સરનામું સામી અગાસી.
મનગમતો મોગરો મળશે વટાવશો ;
વાદ્યાની વાડ જેમ જેમ… એમ પૂછી ને થાય નહી પ્રેમ.
દરિયાના મોજા કૈં, રેતીને પૂછે ;
તને ભીંજાવું ગમશે કે કેમ ?
એમ પૂછી ને થાય નહીં પ્રેમ.
Entry filed under: કવિતા.
1.
vijayshah | ઓક્ટોબર 31, 2006 પર 5:20 પી એમ(pm)
વહ્ ખુબ સરસ અને તદ્દન નવા વિચાર!
ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી ;
એક નો પર્યાય થાય બીજું.
આંખોનો આવકારો વાંચી લેવાનો ભલે ;
હોઠોથી બોલે કે ખીજ્યું.
ચાહે તે નામ તેને દઇદો તમે રે ભાઇ ;
અંતે તો હેમનું હેમ… એમ પૂછી ને થાય નહી પ્રેમ.
ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી ;
કાયમના રહેશો પ્રવાસી.
મન મૂકી મહોસ્શો તો મળશે મુકામ એનું ;
સરનામું સામી અગાસી.
મનગમતો મોગરો મળશે વટાવશો ;
વાદ્યાની વાડ જેમ જેમ… એમ પૂછી ને થાય નહી પ્રેમ.
2.
nilam doshi | નવેમ્બર 1, 2006 પર 8:18 એ એમ (am)
મેં ખાલી પહેલી ત્રણ લાઇન મૂકી હતી..અને u have posted full poem.nice.
3.
સુરેશ જાની | નવેમ્બર 2, 2006 પર 3:39 એ એમ (am)
તુષાર શુકલ સારા કવિ તો છે જ, પણ સાથે સારા સંચાલક પણ છે. સુગમ સંગીતના કાર્યક્રમમાં તેમને સાંભળવા તે પણ એક લ્હાવો છે.
આ ગીત હસ્તાક્ષર નામના શ્યામલ / સૌમિલ મુન્શીના આલ્બમમાં સરસ રીતે લય બધ્ધ થયેલું છે.
4.
JaLeBi | ફેબ્રુવારી 22, 2007 પર 4:13 પી એમ(pm)
My fiance was looking for it, and i found it here and i’ve sent her, so she is too much happy
thanks to you !!
Salute Tussar kavi ne!!!
આભાર
5.
Gaurav Joshi | ઓક્ટોબર 7, 2008 પર 7:46 પી એમ(pm)
Amara aakha group vati aabhar k aa lyrics aap loko e aa jagya e aapavyu
pan aa rachna ek vaar sambhalya pachi bhagye j koi ne lyrics ni jarur pade
aa to em j ek j vaar sambhal va thi j dil ne dimag upar ankai jay tevi rachna che
hats off to Tushar Shukla
6.
yakshita | ઓક્ટોબર 3, 2010 પર 5:00 પી એમ(pm)
this is a wonder ful song.i love the lyrics of this song.but i don’t know the rag.
plz send me the recorded song on my id.