એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે – અરવિંદ ગડા.
નવેમ્બર 1, 2006 at 9:48 પી એમ(pm) 9 comments
એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે
અને છોકરો નવી નોટનાં પાનાં ફાડે !
સોળ વરસની સાવ કુંવારી લાગણીઓમાં
કેમ ઊઠ્યાં તોફાન કેમ આ ભરતી આવી ?
કેમ અચાનક ગમવા લાગ્યા ફૂલબગીચા
કેમ અચાનક અરીસામાં વસ્તી આવી ?
રંગરંગની છોળ નવા ઉન્માદ જગાડે
અને છોકરી આમ અચાનક આંખો ઢાળે ?
નવી ધડકનો, નવા નિસાસા, નવી નવાઇ
નવી કવિતા, નવી ગઝલ ને નવી રુબાઇ
અંગઅંગમાં નવી ચેતના નવો મુઝારો
દિવસ-રાત બેચેન બનાવે નવી સગાઇ
નવાં નવાં સંગીત સૂતેલા સાપ જગાડે
જુઓ ! છોકરો નવી નોટનાં પાનાં ફાડે !
Entry filed under: કવિતા.
1.
વિવેક | નવેમ્બર 2, 2006 પર 2:55 પી એમ(pm)
સુંદર મજાનું ગીત… ર.પાની યાદ અપાવી દે એવું…
નવી ધડકનો, નવા નિસાસા, નવી નવાઇ
નવી કવિતા, નવી ગઝલ ને નવી રુબાઇ
અંગઅંગમાં નવી ચેતના નવો મુઝારો
દિવસ-રાત બેચેન બનાવે નવી સગાઇ
નવાં નવાં સંગીત સૂતેલા સાપ જગાડે
-નવી, નવા, નવોનું આવર્તન એક સુંદર લયબદ્ધ સંગીત સર્જે છે અને આખા આ ગીતમાં જાણે કે પ્રાણ પૂરી દે છે…..
વાહ…વાહ…વાહ…
2.
ઊર્મિસાગર | નવેમ્બર 2, 2006 પર 10:12 પી એમ(pm)
સાચી વાત છે વિવિકભાઇ, મને પણ વાંચતી વખતે એમ જ લાગ્યું કે રમેશ પારેખની જ કવિતા છે કે શું? એટલે અધવચ્ચે જ ફરી મથાળા પર નજર કરી ત્યારે…
સુંદર ગીત… આને કોઇએ ગાયું છે ખરું કે? સાંભળવામાં વધુ મધુરું લાગે એવું સુંદર ગીત!
3.
સુરેશ જાની | નવેમ્બર 3, 2006 પર 10:18 પી એમ(pm)
અમિત ! કાંઇ ચક્કર લાગે છે ! કંકોત્રીના લીસ્ટ બનવા માંડ્યા હોય તો આપણું નામ પણ રાખજે હોં !
4.
nilam doshi | નવેમ્બર 4, 2006 પર 5:17 પી એમ(pm)
નોટના પાના ફાડવાનું ચાલુ કર્યું છે કે શું?કે આખી નોટ ફાટી ગઇ છે?
5.
Mrugesh shah | નવેમ્બર 8, 2006 પર 7:38 એ એમ (am)
હા મને પણ કંઈક અમિતભાઈ શુભ સમાચાર આપે એવું લાગે છે. અમિતભાઈ અમને ભૂલી ના જતા હોં કે !
સરસ કાવ્ય. ધન્યવાદ.
6.
Amit pisavadiya | નવેમ્બર 8, 2006 પર 1:17 પી એમ(pm)
મિત્રો ,
મારા જેવા સીધાસાદા અને ભોળા માણસ ને કાં તમે શૂળીએ ચડાવો… 🙂
7.
UrmiSaagar | નવેમ્બર 9, 2006 પર 10:57 પી એમ(pm)
શૂળીના જમાના હવે ગયા અમિતભાઇ…
હવે તો સીધી ‘ઇલેકટ્રીક ચેર’ જ મળે છે!!
🙂
8.
arvind gada | સપ્ટેમ્બર 18, 2008 પર 3:22 પી એમ(pm)
dear amit,
this is arvind gada the poet of the above kavya. yaar maza avi gai. i would like to know more about you.
please answer.
regards.
arvind
9. Arvindshah27’s Weblog | સપ્ટેમ્બર 19, 2008 પર 11:56 એ એમ (am)
[…] એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે – અરવિંદ ગ… […]