Archive for નવેમ્બર 2, 2006
આજ મને લાગી ગઇ ધુમ્મ્સની ધાર – નીલેશ રાણા.
આજ મને લાગી ગઇ ધુમ્મ્સની ધાર,
તોયે મને દેખાતું બધું આરપાર.
સ્થળને ને જળને મેં વ્હેરાતાં જોયાં
ને જોઇ લીધું પળપળનું તળિયું,
ગોપી એક સંગોપી બેઠી છે ક્યારની
વ્હાલમનું વૃંદાવન ફળિયું.
મારા હોવાની ભાવના સંભાવનાથી
આપું નિરાકારને હુંયે આકાર.
વ્હાલમના વાઘાનું લિલામ કદી થાય નહીં
ને મોરપીંછનાં મૂલ નહીં અંકાય,
વાંસળીના સૂરને ઝીલવા હું જાઉં
ત્યાં યમુનાનાં વ્હેણ આ વંકાય.
તારી ભુજામાં હું ભીંજાતી ભૂંસાતી
હવે જોઇએ નહીં કોઇનો આધાર.
મિત્રોના પ્રતિભાવ