આજ મને લાગી ગઇ ધુમ્મ્સની ધાર – નીલેશ રાણા.
નવેમ્બર 2, 2006 at 10:15 પી એમ(pm) 4 comments
આજ મને લાગી ગઇ ધુમ્મ્સની ધાર,
તોયે મને દેખાતું બધું આરપાર.
સ્થળને ને જળને મેં વ્હેરાતાં જોયાં
ને જોઇ લીધું પળપળનું તળિયું,
ગોપી એક સંગોપી બેઠી છે ક્યારની
વ્હાલમનું વૃંદાવન ફળિયું.
મારા હોવાની ભાવના સંભાવનાથી
આપું નિરાકારને હુંયે આકાર.
વ્હાલમના વાઘાનું લિલામ કદી થાય નહીં
ને મોરપીંછનાં મૂલ નહીં અંકાય,
વાંસળીના સૂરને ઝીલવા હું જાઉં
ત્યાં યમુનાનાં વ્હેણ આ વંકાય.
તારી ભુજામાં હું ભીંજાતી ભૂંસાતી
હવે જોઇએ નહીં કોઇનો આધાર.
Entry filed under: કવિતા.
1.
ઊર્મિસાગર | નવેમ્બર 2, 2006 પર 10:47 પી એમ(pm)
Sundar Gopi-bhav!!!
2.
વિવેક | નવેમ્બર 3, 2006 પર 6:59 પી એમ(pm)
સુંદર ગીત…
3.
पंकज बेंग़ाणी | નવેમ્બર 4, 2006 પર 10:25 એ એમ (am)
you are tagged:
http://chitthacharcha.blogspot.com/2006/11/blog-post_116261789178137020.html
4.
manvant | ડિસેમ્બર 28, 2006 પર 2:37 એ એમ (am)
….sundar shodh chhe Amitbhai..
abhinandan…….DADA.