Archive for નવેમ્બર 3, 2006
અમે બેઠા – ઉર્વીશ વસાવડા.
અમોને કોઇ મનગમતા ઇશારા પર અમે બેઠા
તમે મઝધારમાં છો ને કિનારા પર અમે બેઠા
મસીહા જન્મ લેશે કો’ક દી’ પાછો આ દુનિયામાં
લઇને આશ આગમની સિતારા પર અમે બેઠા
બરફ માફક થીજેલા આ સંબંધો ઓગળે માટે
સહી પીડા, આ સમજણના તિખારા પર અમે બેઠા
નસીબની છે બલિહારી કે દૃષ્ટિ દૂર પ્હોંચે છે
ધરાતલ પર તમે છો ને મિનારા પર અમે બેઠા
ખરચતાં પણ ખૂટે ના, એટલો વૈભવ અમારો છે
શબદની બાદશાહતના ઇજારા પર અમે બેઠા.
મિત્રોના પ્રતિભાવ