અમે બેઠા – ઉર્વીશ વસાવડા.
નવેમ્બર 3, 2006 at 10:58 પી એમ(pm) 3 comments
અમોને કોઇ મનગમતા ઇશારા પર અમે બેઠા
તમે મઝધારમાં છો ને કિનારા પર અમે બેઠા
મસીહા જન્મ લેશે કો’ક દી’ પાછો આ દુનિયામાં
લઇને આશ આગમની સિતારા પર અમે બેઠા
બરફ માફક થીજેલા આ સંબંધો ઓગળે માટે
સહી પીડા, આ સમજણના તિખારા પર અમે બેઠા
નસીબની છે બલિહારી કે દૃષ્ટિ દૂર પ્હોંચે છે
ધરાતલ પર તમે છો ને મિનારા પર અમે બેઠા
ખરચતાં પણ ખૂટે ના, એટલો વૈભવ અમારો છે
શબદની બાદશાહતના ઇજારા પર અમે બેઠા.
Entry filed under: કવિતા.
1.
पंकज बेंग़ाणी | નવેમ્બર 4, 2006 પર 10:24 એ એમ (am)
you are tagged:
http://chitthacharcha.blogspot.com/2006/11/blog-post_116261789178137020.html
2.
Gaurav | નવેમ્બર 8, 2006 પર 2:55 પી એમ(pm)
There is happiness in seating also.
3.
વિવેક | નવેમ્બર 8, 2006 પર 7:12 પી એમ(pm)
બરફ માફક થીજેલા આ સંબંધો ઓગળે માટે
સહી પીડા, આ સમજણના તિખારા પર અમે બેઠા…
—સરસ ગઝલ…