તમે જો સાથ દેશો – બરકત વિરાણી ‘બેફામ’
નવેમ્બર 6, 2006 at 10:39 પી એમ(pm) 4 comments
તમે જો સાથ દેશો તો સ્વપ્ન મારું ફળી જશે,
નહીં જો સાથ દેશો તો ભરમ મારો ટળી જશે.
જીવનની આ સફર સીધી તમારા સાથ પૂરતી છે,
તમે જાશો પછી એ કોઇ પણ રસ્તે વળી જાશે.
ભલેને એના ઘરનાં બારણાં છે બંધ એથી શું ?
હશે કિસ્મતમાં મળવાનું તો રસ્તામાં મળી જાશે.
મને એ દુઃખ કે મારી વાત સાંભળતું નથી કોઇ,
તને એ ડર કે તારી વાત કોઇ સાંભળી જાશે.
કથામાં રૂપની ને પ્રેમની ખોટી જ વાતો કર,
ખરી વાતો અગર કરશે તો દુનિયા ખળભળી જાશે.
જરૂરત વીજની શી છે ? તણખલાંનો તો માળો છે,
કોઇ એમાં તિખારો મૂકશે તો પણ બળી જાશે.
રહી જશે પ્રહારો ઝીલનારા એકલો ઊભા,
ને પથ્થર ફેંકનારાઓ તો ટોળામાં ભળી જાશે.
સભામાં એમની ‘બેફામ’ એવી ગૂંગળામણ છે,
નહીં હું નીકળું તો જીવ મારો નીકળી જાશે.
Entry filed under: ગઝલ.
1.
Gaurav | નવેમ્બર 7, 2006 પર 2:58 પી એમ(pm)
Wording and meaning are very good. I have always found Befaam’s work interesting.
2.
સુરેશ જાની | નવેમ્બર 7, 2006 પર 7:11 પી એમ(pm)
એકે એક શેર અદ્ ભૂત છે.
‘બેફામ’ હોય ને જીવ ના નીકળે, એ વાતમાં શું માલ છે !
3.
UrmiSaagar | નવેમ્બર 7, 2006 પર 7:16 પી એમ(pm)
Simple words… simply great gazal!!
4.
વિવેક | નવેમ્બર 8, 2006 પર 7:16 પી એમ(pm)
જીવનની આ સફર સીધી તમારા સાથ પૂરતી છે,
તમે જાશો પછી એ કોઇ પણ રસ્તે વળી જાશે.
ભલેને એના ઘરનાં બારણાં છે બંધ એથી શું ?
હશે કિસ્મતમાં મળવાનું તો રસ્તામાં મળી જાશે.
-અદભૂત…