વ્હાલમા – અરદેશર ફ. ખબરદાર ‘અદલ’

નવેમ્બર 6, 2006 at 12:46 એ એમ (am) 5 comments

( 06-11-1881   ::   30-07-1953 )

શિયાળો શૂળે ગયો ને ઉનાળો ધૂળે વહ્યો
                  સરવરિયાં છલકે રે મારી આંખમાં ;
દિલ હોલાયાં આંગણે ને ફૂલ સુકાયાં ફાગણે
                  સરવરિયાં વરસે રે શ્રાવણ સાખમાં !

કાગા બોલે બારણે ને દોડી જાઉં ઓવારણે,
                  ઊના રે ધખતા ત્યાં સૂના ઓટલા ;
કોયલડી કૂ કૂ કરે ને કુંજલડી ચટકું ભરે,
                  ઓળું ને ખોળું રે દિનભર ચોટલા !

સપનામાં કંઇ સાંપડે ને જાગી નજરે ના પડે,
                  ખાલી રે ઓશીકાં ખૂંચે હાથને ;
નીંદર ના’વે આંખડી ને પળપળ પલકે પાંખડી,
                  લાગું કે ઘેલી હું સહિયર સાથને !

વીજ પડે કંઇ ઓતરે ને ચમકી દોડું ચોતરે,
                  શીળા રે વાતા દખ્ખણના વાયરા ;
તારલિયા સહુ ચીંધતા ને હૈયાં મારાં વીંધતાં,
                  વીખરાતા મારે દિલના ડાયરા !

પૂછું પળતાં પંથીડા ને પૂછું ઊડતાં પંખીડાં,
                  મારગડે દીઠો રે કો વરણાગિયો ?
મારગડા તો ધગધગે ને સૂના ડુંગર ડગમગે,
                  વાટે રે વહેતા જોગી વેરાગીઓ.

દેહલડી ધરણી ઢળે ને નયણાં મારા નીગળે,
                  જીવલડો તલખે રે કાળા કાલમાં ;
બોલ્યા ઘૂઘરા બારણે ને છાંટ્યાં નીર ઉતારણે,
                  ઝરમરિયાં ઝમકે રે ઝગમગ, વ્હાલમા !

Entry filed under: કવિતા.

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ – મરીઝ તમે જો સાથ દેશો – બરકત વિરાણી ‘બેફામ’

5 ટિપ્પણીઓ Add your own

 • 1. ખબરદાર « ગુજરાતી સારસ્વત પરિચય  |  નવેમ્બર 6, 2006 પર 10:30 એ એમ (am)

  […] – “શિયાળો શૂળે ગયો, ઉનાળો ધૂળે વહ્યો.” […]

  જવાબ આપો
 • 2. સુરેશ જાની  |  નવેમ્બર 6, 2006 પર 5:50 પી એમ(pm)

  આખી કવિતા વાંચવાની મજા આવી. વિરહનાં ગીત મોના અને તેં સાથે જ લખ્યા!

  જવાબ આપો
 • 3. વિવેક  |  નવેમ્બર 8, 2006 પર 7:18 પી એમ(pm)

  આખી કવિતા પહેલી વાર જ વાંચવા મળી… ખૂબ ખૂબ આભાર અને અભિનંદન…

  જવાબ આપો
 • 4. Neela Kadakia  |  નવેમ્બર 9, 2006 પર 1:25 પી એમ(pm)

  આટલો વિરહ લાગ્યો છે ઝરણાનો કે [અમીનો]???????????

  જવાબ આપો
 • 5. Neela Kadakia  |  નવેમ્બર 9, 2006 પર 1:49 પી એમ(pm)

  રાહ હું તો જોયા કરું છું ધારી ધારી
  ગલી મારી ભુલી ગયાં ???????????

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

 • 282,307 અમીનજરું

દિવસવાર ટપાલ

નવેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

%d bloggers like this: