ઉઘાડી રાખજો બારી – સર પ્રભાશંકર પટ્ટણી.
નવેમ્બર 7, 2006 at 10:30 પી એમ(pm) 2 comments
દુઃખી કે દર્દી કે કોઇ ભૂલેલા માર્ગવાળાને,
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.
ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુઃખને દળવા,
તમારાં કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી.
પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા,
તમારા શુદ્ધ હ્રદયોની ઉઘાડી રાખજો બારી.
થયેલાં દુષ્ટ કર્મોના છૂટા જંજીરથી થાવા,
જરા સત્કર્મની નાની, ઉઘાડી રાખજો બારી.
Entry filed under: કવિતા.
1.
વિવેક | નવેમ્બર 8, 2006 પર 7:15 પી એમ(pm)
આપની કવિતાની પસંદગી સમયની સરાણ પર ઘસાઈને વધુ ને વધુ ધારદાર બનતી જણાય છે… સમયના અભાવે ઘણા દિવસો પછી આપના બ્લોગ પર અવાયું પણ જ્યારે અહીં આવ્યો તો ખાત્રી હતી કે બ્લોગજગતના શ્રેષ્ઠ મોતીઓ અહીં જ મળશે… મારી આશાઓને યથાર્થ સાચી પાડવા બદલ આભાર…
2.
સુરેશ જાની | નવેમ્બર 9, 2006 પર 5:49 પી એમ(pm)
તેમની જીવનઝાંખી મળી શકે?