અતીત – અમૃત ‘ઘાયલ’ અને પ્રતિકૃતિ – નિર્મિશ ઠાકર
નવેમ્બર 9, 2006 at 7:57 પી એમ(pm) 7 comments
અતીત – અમૃત ‘ઘાયલ’ પ્રતિકૃતિ કવિ સંમેલનમાં – નિર્મિશ ઠાકર.
મેઘધનુષના જીવનમાં રંગ હતા, અન્ય કવિઓ બધા કઢંગ હતા,
મન વિશે પણ વિવિધ ઉમંગ હતા. મન વિશે પણ વિવિધ ઉમંગ હતા.
અતિ સુંદર સમયના ઢંગ હતા, શાલ, ઝભ્ભા ને ઝૂલતા ઝોળા !
પર્વ જેવા બધા પ્રસંગ હતા. પર્વ જેવા કશા પ્રસંગ હતા.
એકબીજાનાં જાણે અંગ હતા, એકબીજાનાં જાણે અંગ હતાં,
માનવી ખૂબ અંતરંગ હતા. માઇક સાથે કવિ સળંગ હતા.
ઓસમાં સૂર્યનો હતો અણસાર, ક્યાંક તાળી પડી પઠન-મધ્યે,
બિન્દુમાં સિન્ધુના તરંગ હતાં. બિંદુમાં સિંધુના તરંગ હતાં.
કમ નહોતો પ્રતાપ ફૂલોથી, દાવ લેવા હતા ઘણા તત્પર,
બહુ પ્રતાપી સ્વયં પતંગ હતાં. બહુ પ્રતાપી સ્વયં પતંગ હતા.
ઘૂમતાં’તાં સદાય વાદળમાં, બારીએથી ઊડી ગયા શ્રોતા ?
વીજ જેવાં ચપળ વિહંગ હતાં. વીજ જેવાં ચપળ વિહંગ હતાં.
લોહીમાં કૂદા-કૂદ કરતાં’તાં, હું જ બોલું-ની ખેંચતાણોમાં –
ઓરતા શું હતા કુરંગ હતા. ઓરતા શું હતા કુરંગ હતા !
કોઇ સીમા નહોતી અચરજની, કોઇ સીમા નહોતી અચરજની,
આ ચતુર આયના ય દંગ હતા. ફાટતાંવેંત ઝભ્ભા દંગ હતા !
હુંય ‘ઘાયલ’ હતો પવનવેગી, હુંય ઘાયલ હતો કવિરૂપે !
મારી આ રાંગમાં તુરંગ હતા. ગાંઠતા ક્યાં કોઇ તુરંગ હતા ?
Entry filed under: ગઝલ.
1.
nilam doshi | નવેમ્બર 10, 2006 પર 11:40 એ એમ (am)
enjoyed pratikruti .nice.thanks
2.
સુરેશ જાની | નવેમ્બર 10, 2006 પર 9:01 પી એમ(pm)
વાહ લાવ્યો બાપુ !
ન. પ્રા. બુચના વારસો છે !
3.
Neela Kadakia | નવેમ્બર 11, 2006 પર 4:14 પી એમ(pm)
વાંચવાની મજા પડી ગઈ
4.
નિર્મિશ ઠાકર, Nirmish Thaker « ગુજરાતી સારસ્વત પરિચય | જૂન 25, 2007 પર 12:08 પી એમ(pm)
[…] એક પ્રતિકૃતિ કાવ્ય : ઢગલાબંધ રચનાઓ […]
5.
રોનક | ઓક્ટોબર 23, 2007 પર 12:10 પી એમ(pm)
મે નિર્મીશ ઠક્કરની થોડીક કવિતાઓ વાંચેલ છે પણ મને એક કવિતા ખૂબ જ ગમે છે જે પાસે હોય તો મોકલી આપ્વા વિનંતી…..
બચૂડાને નિદર ના આવે…..
એને બુધાલાલ ઝૂલાવે….
કડડ ધોડીયું બોલો….
બચુડાને બાપ ઝુલાવે….
(ધણા વરસો પહેલાં આ ટીવી પર આવેલ હતી….)
6.
ઝાકળ | ઓક્ટોબર 23, 2007 પર 12:11 પી એમ(pm)
મે નિર્મીશ ઠક્કરની થોડીક કવિતાઓ વાંચેલ છે પણ મને એક કવિતા ખૂબ જ ગમે છે જે પાસે હોય તો મોકલી આપ્વા વિનંતી…..
બચૂડાને નિદર ના આવે…..
એને બુધાલાલ ઝૂલાવે….
કડડ ધોડીયું બોલો….
બચુડાને બાપ ઝુલાવે….
(ધણા વરસો પહેલાં આ ટીવી પર આવેલ હતી….)
હું નેટ પર ધણો જ નવો છું…
7.
nilam doshi | ઓક્ટોબર 31, 2007 પર 9:06 એ એમ (am)
માણવાની મજા આવી..અમિત..પ્રતિકાવ્યો વધુ આપતો રહેજે.