આપણે ભરોસે – પ્રહલાદ પારેખ
નવેમ્બર 10, 2006 at 11:31 પી એમ(pm) 2 comments
આપણે ભરોસે આપણે હાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ…
બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણનાં સઢ ને સુકાનને
આપણે જ હાથે સંભાળીએ.
કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઇ જાય સામે પાર ?
એનો કરવૈયો કો’ આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઇએ !
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
Entry filed under: કવિતા.
1.
Neela Kadakia | નવેમ્બર 11, 2006 પર 4:10 પી એમ(pm)
પ્રહલાદ પારેખની હું વિદ્યાર્થીની
રવિન્દ્રનાથ ટાગોરની કવિતા યાદ આવે છે.
‘તારી જો હાક સુણે કોઈ ના આવે તો એકલો જાને રે’
2.
સુરેશ જાની | નવેમ્બર 11, 2006 પર 9:56 પી એમ(pm)
એનો કરવૈયો કો’ આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઇએ !
અદ્ ભૂત શબ્દો – સાવ સાદી અને આડંબર વિનાની ભાષામાં. આટલા જ શબ્દોમાં બધી ફિલસૂફી અને જીવનનું નક્કર સત્ય આવી ગયું.
ઇશ્વર તો એક કલ્પના છે. આપણી અંદર બેઠેલા જીવંત તત્વનો અહેસાસ થાય તે જ સાક્ષાત્કાર. અને એ પ્રતીતિ થાય પછી, બીજા કશાની જરૂર જ નહીં.