મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો – લોકગીત.
નવેમ્બર 12, 2006 at 9:58 પી એમ(pm) 2 comments
[odeo=http://odeo.com/audio/2536183/view]
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો,
રૂમાલ મારો લેતા જાજો, કે દલ દેતા જજો,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો !
લીલી ઘોડીના અસવાર રે, રૂમાલ મારો લેતા જજો,
એ લેતા જજો, કે દલ તમારું દેતા જજો,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો.
ઓલ્યા વાણિયાના હાટનો લીલો રૂમાલ,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો.
ઉતારા આલીશ ઓરડા, રૂમાલ મારો લેતા જજો,
મેડી મોલાત્યું માણશું કે રૂમાલ મારો લેતા જજો.
ભોજન આલીશ લાડવા, રૂમાલ મારો લેતા જજો,
તને પીરસું સાકરિયો કંસાર, રૂમાલ મારો લેતા જજો.
નાવણ આલીશ કૂંડિયું, એ રૂમાલ મારો લેતા જજો,
ઝિલણિંયાં તળાવ જાઇશું, રૂમાલ મારો લેતા જજો !
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો !
Entry filed under: લોકગીત - દુહા.
1.
Neela Kadakia | નવેમ્બર 20, 2006 પર 11:12 પી એમ(pm)
વાહ રે વાહ
રુમાલ મરો લેતા જાજો વાહ્
2.
ચકટ | નવેમ્બર 6, 2010 પર 5:40 પી એમ(pm)
Kamw