Archive for નવેમ્બર 13, 2006

મેહુલા ! – ભનુભાઇ વ્યાસ ‘સ્વપ્નસ્થ’

( 13-11-1913  ::   23-10-1970 )

ઝંખે છે ભોમ પાણી પાણી ઓ, મેહુલા !
         ઝંખે છે ભોમ પાણી પાણી
                  તુંને શું આગ આ અજાણી ? ઓ મેહુલા !

મેલાં આકાશ, જાણે મૃત્યુની ખીણ ખડી,
         સૂરજની ચેહ ત્યાં ચેતાણી, ઓ, મેહુલા !
                  હજીયે ખડા ન ખેંચાણી ? ઓ, મેહુલા !

રૂંધ્યા છે વાયરા ને રૂંધી રતૂમડી
         મેલી દિશાઉં ધૂંધવાણી…..ઓ, મેહુલા !
                  તોયે ના આરજૂ કળાણી ? ઓ, મેહુલા !

ઉજ્જડ ટીંબાની વાવ ખાલી ભેંકાર પડી,
         સીમે આ શોકસોડ તાણી ઓ, મેહુલા !
                  તોયે ન પ્યાસ પરખાણી ? ઓ, મેહુલા !

ભાંભરતાં ભેંસગાય, પંખી ગુપચુપ જોય
         ચાંચો ઉઘાડી…..બિડાણી…..ઓ, મેહુલા !
                  જાગી ન જિંદગીની વાણી ? ઓ, મેહુલા !

મારી માનવની આંખ જોતી ક્ષિતિજે કરાળ
         તારી ના એક રે એંધાણી ઓ, મેહુલા !
                  તારી કાં એક ના એંધાણી ? ઓ, મેહુલા !

નવેમ્બર 13, 2006 at 10:01 પી એમ(pm) 4 comments


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,347 અમીનજરું

દિવસવાર ટપાલ

નવેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930