મેહુલા ! – ભનુભાઇ વ્યાસ ‘સ્વપ્નસ્થ’
નવેમ્બર 13, 2006 at 10:01 પી એમ(pm) 4 comments
( 13-11-1913 :: 23-10-1970 )
ઝંખે છે ભોમ પાણી પાણી ઓ, મેહુલા !
ઝંખે છે ભોમ પાણી પાણી
તુંને શું આગ આ અજાણી ? ઓ મેહુલા !
મેલાં આકાશ, જાણે મૃત્યુની ખીણ ખડી,
સૂરજની ચેહ ત્યાં ચેતાણી, ઓ, મેહુલા !
હજીયે ખડા ન ખેંચાણી ? ઓ, મેહુલા !
રૂંધ્યા છે વાયરા ને રૂંધી રતૂમડી
મેલી દિશાઉં ધૂંધવાણી…..ઓ, મેહુલા !
તોયે ના આરજૂ કળાણી ? ઓ, મેહુલા !
ઉજ્જડ ટીંબાની વાવ ખાલી ભેંકાર પડી,
સીમે આ શોકસોડ તાણી ઓ, મેહુલા !
તોયે ન પ્યાસ પરખાણી ? ઓ, મેહુલા !
ભાંભરતાં ભેંસગાય, પંખી ગુપચુપ જોય
ચાંચો ઉઘાડી…..બિડાણી…..ઓ, મેહુલા !
જાગી ન જિંદગીની વાણી ? ઓ, મેહુલા !
મારી માનવની આંખ જોતી ક્ષિતિજે કરાળ
તારી ના એક રે એંધાણી ઓ, મેહુલા !
તારી કાં એક ના એંધાણી ? ઓ, મેહુલા !
Entry filed under: કવિતા.
1.
Kiritkumar G. Bhakta | નવેમ્બર 14, 2006 પર 2:13 એ એમ (am)
અમીત,
વહુ અને વરસાદને જશ ક્યારેય નથી.
2.
Neela Kadakia | નવેમ્બર 20, 2006 પર 11:14 પી એમ(pm)
નાનપણમાં આ ગીત સંગીતના પિરીયડમાં શીખી હતી.
3.
shivshiva | નવેમ્બર 21, 2006 પર 7:47 પી એમ(pm)
હું શાળામાં શીખી હતી ત્યારથી કહેવાય છે કે આ ગીત પ્રહ્લાદ પારેખે લખ્યું છે એટલે ખાતરી કરવા ફરીથી મારી સંગીતની ચોપડેઓ ઉથલાવી અને એમાં પણ એમજ લખેલું છે કે આગીત પ્રહલાદ પારેખનું લખેલું છે.
કદાચ સુરેશભાઈ જાણતાં હશે.પ્રહલાદભાઈ મારા શિક્ષક હતાં.
નીલા
4.
Nina Raheja | મે 5, 2016 પર 11:14 પી એમ(pm)
A geet Swapnastha nu lakhelun che. Prahlad Parekh nu nathi.