…શું રે જવાબ દઇશ માધા ? – ઇસુભાઇ ગઢવી

નવેમ્બર 16, 2006 at 9:14 પી એમ(pm) 14 comments

દ્વારકામાં કોઇ તને પૂછશે કે,
કાના ઓલી ગોકુળમાં કોણ હતી રાધા….. ?
તો શું રે જવાબ દઇશ માધા…..?
તારું તે નામ તને યાદ નો’તું તે’દિથી,
રાધાનું નામ હતું હોઠે.
ઠકારાણાં-પટરાણાં કેટલાય હતા તોયે,
રાધા રમતી’તી સાત કોઠે
રાધાવિણ વાસંળીનાં વેણ નહીં વાગે
શીદને સોગંધ એવા ખાધા…..?
તો શું રે જવાબ દઇશ માધા…..?
રાધાના પગલામાં વાવ્યું વનરાવન –
ફાગણ બનીને એમાં મહેક્યો,
રાધાના અકેકા શ્વાસ તણે ટોડલે
અષાઢી મોર બની ગહેક્યો,
આજ આઘેરાં થઇ ગ્યાં કાં રાધા ને વાંસળી
એવા તે શું પડ્યા વાંધા…..?
તો શું રે જવાબ દઇશ માધા…..?
ઘડીકમાં ગોકુળ ને ઘડીક વનરાવન,
ઘડીકમાં મથુરાના મહેલ
ઘડીકમાં રાધા ને ઘડીકમાં ગોપીઓ,
ઘડીક કુબ્જાની સંગ ગેલ
હેત પ્રીત ન્હોય રાજ ખટપટના ખેલ કાન
સ્નેહમાં તે હોય આવા સાંધા…..?
તો શું રે જવાબ દઇશ માધા…..?

“કૃષ્ણનો જવાબ”


“ગોકુળ વનરાવન ને મથુરા ને દ્વારકા
એ તો પંડ્યે છે પહેરવાના વાઘા,
રાજીપો હોય તો અંગ પર ઓઢીએ
નહીં તો રખાય એને આઘા,
આ સઘળો સંસાર મારા સોળે શણગાર
પણ અંતરનો આતમ એક રાધા…..
હવે પૂછશો મા કોણ
હતી રાધા….. ?”

Entry filed under: કવિતા.

આધુનિક સુદામાનું ગીત – પ્રવીણ ટાંક હું તો પરણી – મીરાં.

14 ટિપ્પણીઓ Add your own

  • 1. ashalata  |  નવેમ્બર 16, 2006 પર 9:32 પી એમ(pm)

    ANTERNO atam jeni radha ene she
    puchay kon hati RADHA?

    vah!

    જવાબ આપો
  • 2. UrmiSaagar  |  નવેમ્બર 17, 2006 પર 7:08 એ એમ (am)

    વાહ અમીત, આજે તો તું ખરેખર મેદાન મારી ગયો…

    આ કવિતા આજે પહેલી જ વાર વાંચી… પણ જેવી વાંચી એવી જ અંતરમાં અંકાઇ ગઇ… અને તેમાં પણ રાધાના સાત કોઠે રમવાની વાત તો એવી સ્પર્શી ગઇ કે શબ્દો નથી એને વર્ણવવા માટે…

    આભાર…

    જવાબ આપો
  • 3. vijayshah  |  નવેમ્બર 17, 2006 પર 7:18 પી એમ(pm)

    હેત પ્રીત ન્હોય રાજ ખટપટના ખેલ કાન
    સ્નેહમાં તે હોય આવા સાંધા…..?

    પણ અંતરનો આતમ એક રાધા…..
    હવે પૂછશો મા કોણ
    હતી રાધા….. ?”

    vah! shun saras vaat!

    જવાબ આપો
  • 5. Kiritkumar G. Bhakta  |  નવેમ્બર 17, 2006 પર 10:27 પી એમ(pm)

    વાહ અમીત !
    કે’વું પડે,તેં મને જવાબ બરોબર આપ્યો.
    હજી એક બીજી વાત બાકી રહી ગઈ છે,યાદ છે ને?

    જવાબ આપો
  • 6. Neela Kadakia  |  નવેમ્બર 20, 2006 પર 11:19 પી એમ(pm)

    કૃષ્ણનો સચોટ જવાબ છે

    જવાબ આપો
  • 7. jina  |  ફેબ્રુવારી 22, 2007 પર 4:33 પી એમ(pm)

    Thanks Amit! kyarni y aa rachna shodhati’ti amit! Thanks a lot! ek karykram ma parthiv na modhe sambhlya pachi 4 panktio lakhi lidhi’ti… aje a dayri kadhine aakhi rachna puri kari!!!

    thodik panktio mara tarafthi…

    kahan tane radha aave chhe kadi yaad?
    mathurana mahelo ma gokul ni gopiono kane pahoche che tara saad?
    kahan tane radha aave chhe kadi yaad?

    odhdhav ne mokline khabaru puchhave, tane thodi y aave na laaj?
    parka ne kane shu nand ne jashoda kadi karvana tari fariyad?
    kahan tane radha aave chhe kadi yaad?

    જવાબ આપો
  • 8. sagarika  |  માર્ચ 22, 2007 પર 9:47 પી એમ(pm)

    my favourite .. ..

    જવાબ આપો
  • 9. Jatin  |  જૂન 27, 2010 પર 8:06 એ એમ (am)

    Can i have mp3 copy of it?

    જવાબ આપો
  • 11. Bhavesh Patel  |  જૂન 20, 2015 પર 6:37 પી એમ(pm)

    Thanks for posting friends.
    I love this poetry.
    The one who posted it, stay blessed forever.

    With love and care

    જવાબ આપો
    • 12. amitpisavadiya  |  જૂન 21, 2015 પર 6:11 પી એમ(pm)

      thank you for your kind words at amizaranu… amit pisavadiyahttps://amitpisavadiya.wordpress.com

      જવાબ આપો
  • 13. Vrutti  |  જાન્યુઆરી 10, 2021 પર 6:02 પી એમ(pm)

    Atti Sundar

    જવાબ આપો
  • 14. Akash Patel  |  ફેબ્રુવારી 22, 2021 પર 5:54 એ એમ (am)

    Can any one please share link of this song?
    KOi aa git ni link share karsho please?

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,986 અમીનજરું

દિવસવાર ટપાલ

નવેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

%d bloggers like this: