રસ્તો – ભીખુભાઇ ચાવડા ‘નાદાન’.
નવેમ્બર 21, 2006 at 8:55 પી એમ(pm) 3 comments
તમે આઘા ખસો તો કેટલો લંબાય છે રસ્તો
નિકટ આવો તો આંખોમાં સમાતો જાય છે રસ્તો
તમે ચેતાવતા રહો છો છતાં પણ ઠેસ વાગે છે
તમે સામે હો ત્યારે ક્યાં મને દેખાય છે રસ્તો !
કહો આ આપણા સંબંધની ના કઇ રીતે કહેશો ?
કે મારે ત્યાંથી નીકળી આપને ત્યાં જાય છે રસ્તો.
જતો’તો એમને ત્યાં, એ રીતે સામા મળ્યાં તેઓ,
પૂછીપૂછીને પુછાયું કે આ ક્યાં જાય છે રસ્તો.
જતું રહેવું તમારું પગ પછાડીને જતું રહેવું
અહીં હું ખાલીખમ બેઠો અને પડઘાય છે રસ્તો.
પ્રતીક્ષા નહિ કરો તો પણ એ કરવાની ફરજ પડશે,
જુઓ ‘નાદાન’ બારીમાંથી ખુદ ડોકાય છે રસ્તો.
Entry filed under: કવિતા.
1.
पंकज बेंग़ाणी | નવેમ્બર 22, 2006 પર 5:03 પી એમ(pm)
you are tagged:
http://chitthacharcha.blogspot.com/2006/11/blog-post_116419698443370075.html
2.
વિવેક | નવેમ્બર 26, 2006 પર 1:47 પી એમ(pm)
તમે ચેતાવતા રહો છો છતાં પણ ઠેસ વાગે છે
તમે સામે હો ત્યારે ક્યાં મને દેખાય છે રસ્તો !
– સુંદર મજાની વાત…
3.
Neela Kadakia | નવેમ્બર 27, 2006 પર 8:43 પી એમ(pm)
સુંદર કાવ્ય છે