બરકત વિરાણી ‘બેફામ’ ( 25-11-1923 :: 02-01-1994 )

નવેમ્બર 25, 2006 at 10:35 એ એમ (am) 4 comments

(1) મહોબ્બતમાં હવે…


[odeo=http://odeo.com/audio/3160533/view]

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઇ ગયાં છે એ મને જે ખાસ જાણે છે. 

દીધો’તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાબુદા એના પછી થઇ છે દશા આવી
હતાં તોફાન જે દરિયે, હવે મારા વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઇ માનવ મઝારે છે કોઇ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઇ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર બેફામ શું માગું જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોક સૌ કેવળ મરેલાને વખાણે છે.

(2) સપના રૂપેય આપ…

સપના રૂપેય આપ ન આવો નજર સુધી ;
ઊડી ગઇ છે નીંદ હવે તો સહર સુધી.

મારા હ્રદયને પગ નીચે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઇશ્વરના ઘર સુધી.

શ્રદ્ધાની હો સુવાસ, પ્રતીક્ષાના રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.

આંખોમાં આવતાં જ એ વરસાદ થઇ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યાં’તાં નજર સુધી.

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.

ઉપકાર મુજ ઉપર છે જુદાઇની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.

મંજિલ અમારી ખાકમાં મળતી ગઇ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.

‘બેફામ’ તોય કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

+ આ ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો : ટહુકો.

Entry filed under: ગઝલ.

પ્રિય ને તુજ નામ વચ્ચે – હિતેન આનંદપરા. આવકારો મીઠો આપજે – દુલા ભાયા કાગ.

4 ટિપ્પણીઓ Add your own

 • 1. વિવેક  |  નવેમ્બર 26, 2006 પર 1:39 પી એમ(pm)

  ઘરથી કબરનો માર્ગ તય કરતા કરતા જે પોતાને મળ્યું અને જે લોકોને આપ્યું એ વચ્ચેના તફાવતના કારણે આજે બેફામ આપણી વચ્ચે અમર છે… આજના દિવસે આટલું સમજી શકાય તો ઘણું !

  જવાબ આપો
 • 2. pari  |  નવેમ્બર 27, 2006 પર 12:44 પી એમ(pm)

  hi its wondarfull gazal … but let me know if i want listen it then how can i ? thankxxxx pari

  જવાબ આપો
 • 3. Neela Kadakia  |  નવેમ્બર 27, 2006 પર 9:01 પી એમ(pm)

  ગઝલ સાંભળવાની મઝા આવી ગઈ

  જવાબ આપો
 • 4. bhumika patel  |  જાન્યુઆરી 25, 2007 પર 11:06 પી એમ(pm)

  it is nice gazal. i realy enjoy it. thank you very much.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

 • 281,519 અમીનજરું

દિવસવાર ટપાલ

નવેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

%d bloggers like this: