આવકારો મીઠો આપજે – દુલા ભાયા કાગ.

નવેમ્બર 26, 2006 at 8:55 પી એમ(pm) 9 comments

[odeo=http://odeo.com/audio/3170133/view]

તારે આંગણિયે કોઇ આશા કરીને આવે રે…
                  આવકારો મીઠો….આપજે રે …. જી….
તારે કાને કોઇ સંકટ સંભળાવે રે…
                  બને તો થોડું……કાપજે રે…. જી…..

માનવીની પાસે કોઇ…..માનવી ન આવે… રે…..
તારા દિવસોની પાસે દુઃખિયાં આવે રે….
                  આવકારો મીઠો….આપજે રે ….જી….

કેમ તમે આવ્યા છો?…. એમ નવ કે’જે…..રે…
એને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે..
                  આવકારો મીઠો…..આપજે રે…..જી…

વાતું એની સાંભળીને….આડું નવ જોજે….રે….
એને માથું રે હલાવી હોંકારો દેજે રે.. 
                  આવકારો મીઠો…..આપજે રે….જી….

પેલા એને પાણી પાજે……સાથે બેસી ખાજે….રે…..
એને ઝાંપા રે સુધી તું વળાવા જાજે રે…
                  આવકારો મીઠો…. આપજે રે….જી…..

Entry filed under: કવિતા.

બરકત વિરાણી ‘બેફામ’ ( 25-11-1923 :: 02-01-1994 ) તારા નયનમાં ! – કરસનદાસ માણેક

9 ટિપ્પણીઓ Add your own

 • 1. વિવેક  |  નવેમ્બર 27, 2006 પર 6:17 પી એમ(pm)

  આપણી અતિથિ દેવો ભવઃની ભાવનાનું યથાર્થ શબ્દાંકન… શાળાના દિવસોમાં મિત્રોને ચીડવવા માટે આ ગીત ઘણી વાર વાપરતા….

  જવાબ આપો
 • 2. Neela Kadakia  |  નવેમ્બર 27, 2006 પર 8:46 પી એમ(pm)

  સ્વાગતમ સુસ્વાગતમનું સુંદર શબ્દાલેખન છે

  જવાબ આપો
 • 3. Kiritkumar G. Bhakta  |  નવેમ્બર 28, 2006 પર 4:43 એ એમ (am)

  અમીત,
  ‘તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે !’
  કદાચ ભુલ થઇ છે.

  જવાબ આપો
 • 4. Amit pisavadiya  |  નવેમ્બર 28, 2006 પર 8:26 એ એમ (am)

  કિરીટકાકા,
  ગાયનમાં તમે કો તે મુજબ આવે છે.
  હે જી, તારા આંગણીયા પૂછીને જે કોઇ આવે રે , એને આવકારો મીઠો આપજે રે…
  હે જી, તારે કાને રે સંકટ કોઇ સંભળાવે રે , બને તો થોડા કાપજે રે…

  પરંતુ
  કવિ કાગના એક પુસ્તક પ્રમાણે ઉપર લખેલુ યોગ્ય છે.

  જવાબ આપો
 • 5. Kokila  |  ડિસેમ્બર 4, 2006 પર 8:45 એ એમ (am)

  Jivan ni sachi samjani pratiti aamathi thay che. Saral bhashama kavi a ghanu kahi didhu che.

  જવાબ આપો
 • 6. kapil dave  |  મે 20, 2008 પર 1:20 એ એમ (am)

  kagvani bhag 2 maa aamujab lakhelu che baki gavama TARA aave che

  જવાબ આપો
 • 7. kapil dave  |  મે 20, 2008 પર 1:20 એ એમ (am)

  kagvani bhag 2 page 183

  જવાબ આપો
 • 8. Ashok  |  મે 11, 2009 પર 9:32 પી એમ(pm)

  This more of inquiry than a comment.Do you know if Dula kag bhajans and poetry available on audio or old collection from all india radio jamnagar.

  જવાબ આપો
 • 9. Krutesh  |  ફેબ્રુવારી 21, 2011 પર 9:54 પી એમ(pm)

  Hello Amit Uncle,

  Thanks for sharing this famous song. I have copied lyrics of this song from your blog to my blog and posted the same in voice of Prafull Dave. I hope you do not have any objection. If you have any, please let me know.

  Thanks

  URL of Relevant Post http://www.krutesh.info/2011/02/blog-post_21.html

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

 • 281,519 અમીનજરું

દિવસવાર ટપાલ

નવેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

%d bloggers like this: