તારા નયનમાં ! – કરસનદાસ માણેક
નવેમ્બર 27, 2006 at 9:19 પી એમ(pm) 3 comments
કરસનદાસ માણેક ( 28-11-1901 :: 18-01-1978 )
જીવનના તુફાનોમાં ભૂલો પડેલો,
હું શોધું છું રસ્તો આ તારા નયનમાં !
નજર નાખું જ્યાં જ્યાં ત્યાં અંધારું ઘેરૂં :
નિહાળું છું પુનમ આ તારા નયનમાં !
છે કંટક ડગેડગ, ગરલ શ્વાસશ્વાસે :
ઝીલું છું હું અમૃત આ તારા નયનમાં !
ભરોસે ડુબેલો હું બેદિલ, તે દેખું
દિલાસાની દુનિયા આ તારા નયનમાં !
છે સંસાર કેરૂં તો નામ જ સમસ્યા,
ઉકેલું છું જેને આ તારા નયનમાં !
હું પંડિતને પૂછું : શું એવું છે વેદે
નથી જે પ્રકટ પૂર્ણ તારા નયનમાં ?
છે સર્જનની માદક ખુમારીના રંગો,
તરંગો પ્રલયના આ તારા નયનમાં !
બધાયે યુગો ને બધી મોસમો છે :
નથી શું, તું કહેને, આ તારા નયનમાં ?
જખમનો મલમ છે, મલમનો ઇલમ છે ;
ઇલમની છે આલમ આ તારા નયનમાં !
જુદાઇની મારી બધી વેદનાઓ
બની મોજ તરતી જો તારા નયનમાં !
Entry filed under: કવિતા.
1.
Neela Kadakia | નવેમ્બર 28, 2006 પર 4:17 પી એમ(pm)
અમિત
તારી જનમકુંડળી હવે દેખાડવી પડશે.
દો નયના મતવારે તિહારે કિસ પર જુલમ કરે?
2.
વિવેક | નવેમ્બર 28, 2006 પર 6:57 પી એમ(pm)
નીલાબેન,
થોડો જ્ઞાનનો પ્રકાશ અમને પણ આપજો… આ જન્મકુંડલી અને આંખોના જુલ્મો અમને પણ સમજાવજો…
3.
Jayshree | નવેમ્બર 29, 2006 પર 1:15 એ એમ (am)
સુંદર .!!