Archive for નવેમ્બર 29, 2006
સુંદર – સુલતાન લોખંડવાલા.
છે સપનું તમારું તમારાથી સુંદર
અને મૌન પાછું ઇશારાથી સુંદર
તમે કેમ મલકો છો તસવીર જોઇ
હતું કોણ એમાં અમારાથી સુંદર
અમે નાવ છૂટી મૂકી સાવ એથી
કે મઝધાર લાગે કિનારાથી સુંદર
અમે શીશ મૂકી રહ્યા જે ખભા પર
મળી હૂંફ ત્યાંથી સહારાથી સુંદર
તમે ધડકનોમાં વસાવ્યા અમોને
હતું મન તમારું ઉતારાથી સુંદર.
મિત્રોના પ્રતિભાવ